Aapnu Gujarat
બિઝનેસ

નેસ્લેની ૬૦ ટકા ફૂડ પ્રોડક્ટ છે ‘અનહેલ્ધી’

ફૂડ પ્રોડક્ટની વિશ્વ પ્રસિદ્ધ કંપની નેસ્લેએ સ્વીકાર્યુ કે તેના ૬૦ ટકા ફૂડ અને ડ્રિંક્સ પ્રોડક્ટ હેલ્ધી નથી. એટલે કે આ પ્રોડક્ટ્‌સને ખાવી સ્વાસ્થ્ય માટે સારી નથી. કંપની તરફથી કહેવામાં આવ્યું કે તે પોતાની પ્રોડક્ટમાં ન્યુટ્રિશન વેલ્યૂની તપાસ કરી રહી છે અને પૂરી રણનીતિ બદલવાની તૈયારી ચાલી રહી છે. પ્રોડક્ટ વધુમાં વધુ ટેસ્ટી અને હેલ્ધી હોય, તેનો પૂરતો પ્રયાસ ચાલી રહ્યો છે.આ અંગે એક રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું કે નેસ્લેના ૩૭ ટકા ફૂડ અને ડ્રિંક પ્રોડક્ટની રેટિંગ ૩.૫ છે. તેને ઓસ્ટ્રેલિયાની હેલ્થ સ્ટાર રેટિંગ સિસ્ટમ તરફથી જારી કરવામાં આવ્યા છે. આ સિસ્ટમ અંતર્ગત કુલ ૫ નંબરમાંથી પ્રોડક્ટને રેટિંગ આપવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ સિસ્ટમના આંકડાનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય સમૂહોમાં મોટા સ્તર પર થાય છે.
નેસ્લેની બે પ્રોડક્ટ્‌સ દુનિયાભરમાં ફેમસ છે. તે છે મેગી અને નેસકેફે. કંપનીએ સ્વીકાર્યુ કે તેના ૬૦ ટકા ફૂડ અને બેવરેજ પ્રોડક્ટ હેલ્ધીની શ્રેણીમાં નથી આવતા. કંપનીએ કહ્યું કે કેટલાક પ્રોડક્ટ્‌સ એવા છે જે ક્યારેય હેલ્ધી હતાં જ નહીં, ભલે તે પ્રોડક્ટ્‌સને ગમે તેટલા સુધારવાનો પ્રયાસ કરવામાં આવે.
આ રિપોર્ટમાં નેસ્લેના પ્રવક્તાએ કહ્યું કે કંપની પોતાની પ્રોડક્ટના તમામ પોર્ટફોલિયો પર નજર રાખી રહી છે. લોકોને પ્રોડક્ટમાં જરૂરી પોષક તત્વો અને બેલેન્સ્ડ ડાયેટ મળે, તેનુ પૂરતુ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.કંપનીના પ્રવક્તાએ કહ્યું, દશકોમાં અમારો પ્રયાસ એ જ રહ્યો છે કે લોકોના ન્યુટ્રિશનલ પ્રોડક્ટ પૂરી પાડે, તેના માટે અમે સતત કામ પણ કરીએ છીએ. ઉદાહરણ માટે અમે અમારી પ્રોડક્ટમાં શુગર અને સોડિયમની માત્રા ઘટાડી છે. પાછલા બે દશકમાં આ કામ પ્રમુખતાથી કરવામાં આવ્યું છે. ગત ૭ વર્ષમાં ૧૪-૧૫ ટકા શુગર અને સોડિયમની માત્રામાં ઘટાડો કરવામાં આવ્યો છે.

Related posts

લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સની દરખાસ્તને પરત ખેંચવા ઇન્કાર

aapnugujarat

૨૧ વર્ષમાં કિંગફિશર સહિત ૧૨ એરલાઈન્સ બંધ થઇ ગઇ : રિપોર્ટ

aapnugujarat

૧૫૦૦થી વધુ ફાઈનાન્સિયલ કંપનીના લાયસન્સ રદ થઇ શકે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1