Aapnu Gujarat
રાષ્ટ્રીય

૨૧ હજાર રૂપિયા સુધીની સેલરીવાળાને સરકાર આપશે પેન્શન

હેઠળ પારિવારિક પેન્શન આપવામાં આવશેદેશભરમાં કોરોના સંક્રમણની બીજી લહેરએ લાખો લોકોનો ભોગ લીધો છે. અનેક એવા પરિવાર છે જેઓએ ઘરમાં કમાણી કરનારા સભ્યોને ગુમાવ્યા છે. એવામાં કેન્ર્‌હ સરકારે એવા પરિવારોની મદદ કરવા માટે અનેક ઉપાયોની ઘોષણા કરી છે. કોવિડ-૧૯ ના કારણે જીવ ગુમાવનારના આશ્રિતોને કર્મચારી રાજ્ય વીમા નિગમ હેઠળ પારિવારિક પેન્શન આપવામાં આવશે. ઇડીએલઆઇ યોજના હેઠળ મળનારા વીમાના લાભોને વધારવાની સાથોસાથ તેને ઉદાર બનાવી દેવામાં આવી છે.ઇએસઆઇસીનો લાભ એ કર્મચારીઓને ઉપલબ્ધ છે, જેમની મહિનાની આવક ૨૧ હજાર રૂપિયા કે તેનાથી ઓછી છે. જોકે, દિવ્યાંગજનોના મામલામાં આ મર્યાદા ૨૫ હજાર રૂપિયાની છે. સરકારે કહ્યું કે આવા પીડિત પરિવાર સન્માનપૂર્વક જીવન જીવી શકે અને જીવન સ્તરને સારું બનાવી શકે છે.આ લાભ ૨૪ માર્ચ ૨૦૨૦થી લાગુ માનવામાં આવશે અને આ પ્રકારે તમામ મામલાઓ માટે આ સુવિધા ૨૪ માર્ચ ૨૦૨૨ સુધી ઉપલબ્ધ થશે. આ વ્યક્તિઓના આશ્રિત પારિવારિક સભ્ય હાલના માપદંડો અનુસાર સંબંધિત કર્મચારી કે કામદારના સરેરાશ દૈનિક પગાક કે પારિશ્રમિકના ૯૦ ટકાની બરાબર પેન્શનનો લાભ મેળવવા માટે હકદાર હશે.ઇડીએલઆઇ યોજના હેઠળ મળનારા વીમા લાભોને વધારવાની સાથોસાથ ઉદાર બનાવી દીધા છે. અન્ય તમામ લાભાર્થીઓ ઉપરાંત આ યોજના વિશેષ રૂપે એ કર્મચારીઓના પરિવારની મદદ કરશે જેઓએ કોવિડના કારણે પોતાના જીવ ગુમાવ્યા છે. મહત્તમ વીમા લાભની રકમ ૬ લાખ રૂપિયાથી વધારીને ૭ લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. જ્યારે ૨.૫ લાખ રૂપિયાના લઘુત્તમ લાભની જોગવાઈને લાગુ કરી દીધી છે અને ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૦થી આગામી ત્રણ વર્ષ માટે પ્રભાવી થશે.

Related posts

पाक ने नहीं मांगी कोरोना वैक्सीन इसी लिए नहीं दिया : भारत

editor

डोकलाम को लेकर गतिरोध लंबा खिंचने की संभावना

aapnugujarat

TTV Dhinakaran alleges transparency in state-funded kudimaramath scheme, traditional restoration of water bodies

aapnugujarat

Leave a Comment

UA-96247877-1