Aapnu Gujarat
શિક્ષણ

બાળકો શાળાએ ગયા નથી તેનું નુકસાન ભવિષ્યમાં પડશે

હાલની પરિસ્થિતિમાં જયારે શાળાઓ અને કોલેજો બંધ છે ત્યારે વિદ્યાર્થીનું શિક્ષણ પ્રત્યેનું નકારાત્મક વલણ જોવા મળ્યું. જાણે વિદ્યાર્થીઓએ જુદી દિશા નકી કરી લીધી હોય તેમ લાગે છે. આ કોરોનાએ જયારે ભરડો લીધો ત્યારે આશ્ચર્ય સાથે જોવા મળતી બાબતમાં વિદ્યાર્થીઓ સતત ઘરે રહીને તેનું ધ્યાન જુદી દિશામાં પરિવર્તિત થતું જોવા મળ્યું. જેની અસર ગ્રામ્ય અને શહેરી વિસ્તાર બંનેમાં જોવા મળી. પહેલા લોકડાઉનમાં બાળકોને ઘરે રહીને કંટાળો આવતો હતો, ઘરે ગમતું ન હતું, શાળા કોલેજો યાદ આવતી હતી, શિક્ષકો પાસે જવાની માંગણી કરતા હતા, જલ્દી શાળા શરુ થાય. પરંતુ છેલ્લા દોઢ વર્ષથી બાળકો ઘરે છે ત્યારે બાળકોએ તેનું મન ઘરે જ મનાવી લીધું છે. સતત ઘરે રહેવાને કારણે શાળા કોલેજો પ્રત્યે તેનું વર્તન બદલાય ગયું છે. કોઈપણ બાબતની લત લાગ્યા પછી છોડાવવી એ ખૂબ અઘરું કાર્ય છે. બાળકોને જો એક વખત મોબાઈલ કે ઓનલાઈન ભણવાની જ લત લાગી તો તેને શાળા ની ટેવ પડાવવી મુશ્કેલ બની જશે. મનોવિજ્ઞાન અનુસાર પરિસ્થિતિ બદલાઈ ત્યારે સમાયોજન સાધવું બાળકો માટે મુશ્કેલ બને છે. તો જ્યારે બાળકો હવે ઓનલાઇન જ ભણે છે ત્યારે ફરી શાળામાં સમાયોજન સાધી શકશે એ પણ એક પ્રશ્ન છે. કેળવણી અને સમાજિકરણના પાયામાં શાળા અને શિક્ષકનું બહુ મોટું યોગદાન રહ્યું છે. પણ સતત શાળાઓ બંધ હોવાથી બાળકની કેળવણી પર તેની વિપરીત અસર ભવિષ્યમાં દેખાશે. એક સમય એ હતો જ્યારે બાળકને ઓનલાઈન શિક્ષણમાં રસ પડતો નહોતો અને હવે બાળક રમતા રમતા બોલે છે કે, શાળાએ જવું જ નથી. બાળકનું આ વાક્ય ઘણું કહી જાય છે. તેમને પૂછેલા પ્રશ્નના જવાબો કંઈક આવા હતા. કોરોનામાં શાળા બંધ હોવાને કારણે, બાળકો અગાઉના વર્ગમાં જે શીખ્યા હતા તે ભૂલી રહ્યા છે. આને કારણે, ભવિષ્યમાં વર્ગોમાં તેમને શીખવામાં મુશ્કેલી પડશે. મહત્તમ અસર બીજા અને ત્રીજા વર્ગના વિદ્યાર્થીઓમાં જોવા મળે છે. ભણતરના અંતરને કારણે, તેઓ હવે નવા વાતાવરણનો સ્વીકાર કરી શકશે કે કેમ? તે પણ એક સમસ્યા થશે.

Related posts

સીબીએસઇના ધો-૧૦ના મેથ્સના પેપરમાં બે વિકલ્પ

aapnugujarat

Education ministry releases guidelines for reopening of schools from Oct 15

editor

अहमदाबाद में इंजीनियर ने शुरू की चाय की केतली

editor

Leave a Comment

UA-96247877-1