Aapnu Gujarat
ગુજરાત

હોટેલ – રેસ્ટોરન્ટને ટેક અવે અને હોમ ડિલિવરની ૯ વાગ્યા સુધીની છૂટ

ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો થતાં રાજ્યનાં ૩૬ શહેરમાં રાત્રે ૮થી સવારે ૬ વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ કર્ફ્યૂની મુદત ૨૭ મે સુધી રાખવામાં આવી હતી. હવે રાજ્યમાં કોરોના ધીમે ધીમે નિયંત્રિત થઈ રહ્યો હોવાથી રાજ્યમાં કર્ફ્યૂમાં લોકોને આંશિક રાહત આપવામાં આવી હતી. ત્યાર બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૩૬ શહેરમાં એક કલાકની રાહત આપીને કર્ફ્યૂનો સમય રાત્રે ૯ થી સવારે ૬ વાગ્યા સુધી અમલી કરવાની જાહેરાત કરી છે.તેમજ હોટેલ-રેસ્ટોરન્ટમાં ટેક અવે અને હોમ ડિલિવરી સવારે ૯થી રાત્રે ૯ વાગ્યા સુધી કરી શકાશે.
જો કે દુકાનો માટેનો સમય સવારે ૯થી બપોરે ૩ વાગ્યા સુધીનો જ રહેશે. આ જાહેરનામું ૪ જૂન સુધી અમલી રહેશે.સરકારે લીધેલા નિર્ણય મુજબ તમામ દુકાનો, લારી-ગલ્લા, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટિંગ યાર્ડ, હેર કટિંગ સલૂન, બ્યુટીપાર્લર અને તમામ વેપાર સવારે ૯થી બપોરના ૩ સુધી ચાલુ રહી શકશે. જ્યારે બાગ-બગીચા, ધાર્મિક સ્થળો, સિનેમાગૃહો, જિમ, સ્પા, સ્વિમિંગ પૂલ, ધાર્મિક-સામાજિક-રાજકીય કાર્યક્રમો પર પ્રતિબંધ યથાવત રખાયો છે. લગ્ન માટે ૫૦ વ્યક્તિ અને અંતિમવિધિ માટે ૨૦ વ્યક્તિની મર્યાદા યથાવત રખાઇ છે.

Related posts

જ્વેલર્સનો કારીગર ૧૧ લાખનું ગ્રાહકોનું સોનુ લઇને રફુચક્કર

aapnugujarat

આવાસ યોજના હેઠળ બે લાખથી વધુ મકાન બનશે

aapnugujarat

ભરતસિંહના બોગસ રાજીનામું વાયરલ કેસમાં ફરિયાદ કરાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1