Aapnu Gujarat
રાષ્ટ્રીય

પીએમ મોદીએ ચાર રાજ્યોના સીએમ સાથે યોજી બેઠક

દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં ભલે ઘટાડો થઈ રહ્યો હોય પણ રોજે રોજ મોટી સંખ્યામાં લોકોના મોત થવાનુ યથાવત છે.આ સંદર્ભમાં આજે પીએમ નરેન્દ્ર મોદીએ ચાર રાજ્યો ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, પોંડીચેરીના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી હતી.પીએમ મોદીએ આ ચારે રાજ્યોમાં કોરોનાની સ્થિતિને લઈને ચર્ચા કરી હતી.આ દરમિયાન છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલે પીએમ મોદી સાથે કરેલી વાતમાં કહ્યુ હતુ કે, રાજ્યમાં ટેસ્ટિંગ વધારવામાં આવ્યુ છે અને સાથે સાથે પોઝિટિવિટી રેટમાં ઘટાડો પણ થઈ રહ્યો છે.ગ્રામ્ય વિસ્તારો પર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યુ છે.
જોકે રાજ્યમાં જે વિસ્તારોમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે ત્યાં આરોગ્ય કર્મચારીઓની વધારાની ટીમોને તૈનાત કરવામાં આવી છે.દરમિયાન મુખ્યમંત્રી બઘેલે પીએમ મોદીને અપીલ કરી હતી કે, રાજ્યમાં વેક્સીનનો સપ્લાય વધારવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, રસીના સપ્લાયને લઈને પહેલા પણ અલગ અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ કેન્દ્રને ફરિયાદ કરી ચુક્યા છે.ખાસ કરીને રસીની અછતના કારણે રસીકરણ કેન્દ્રો પણ બંધ કરવા પડી રહ્યા હોવાની ફરિયાદો અલગ અલગ રાજ્યોમાં છાશવારે ઉઠતી રહી છે.પીએમ મોદીની મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં આ મુદ્દો ફરી એક વખત ઉઠયો હતો.

Related posts

બિહારમાં ૧ જૂન સુધી લંબાવાયું લોકડાઉન

editor

બિહારની ચૂંટણી નિર્ધારિત સમયે યોજાશે : ચૂંટણી પંચ

editor

रामपुर में प्रियंका ने किया कटाक्ष – जो नेता दुख नहीं सुन सकता वह आखिर किस काम का

editor

Leave a Comment

UA-96247877-1