Aapnu Gujarat
રાષ્ટ્રીય

બિહારમાં ૨૫ મે સુધી લંબાવાયું લોકડાઉન

કોરોના સંકટ વચ્ચે બિહારમાં લોકડાઉન ૨૫ મે સુધી કરવામાં આવ્યું છે. લોકડાઉન માટે નવી માર્ગદર્શિકા ૧૬ મેથી એટલે કે આજથી જારી કરવામાં આવી છે. આમાં ઘણા નિયમો પણ બદલાયા છે. હવે ફક્ત ૨૦ લોકો જ લગ્ન સમારોહમાં ભાગ લઈ શકશે. લગ્નમાં બેન્ડ-બાજાને મંજૂરી આપવામાં આવશે નહીં. પહેલાની જેમ તમામ સામાજિક, રાજકીય, મનોરંજન, રમતગમત અને ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવશે. અન્ય તમામ પ્રતિબંધો પહેલાની જેમ અમલમાં રહેશે.
બીજી તરફ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં દુકાનો ખોલવાના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. નવી લોકડાઉન ગાઈડલાઈન્સ મુજબ શાકભાજી, ઇંડા, માંસ, માછલીની દુકાનો શહેરી વિસ્તારમાં સવારે ૧૦ વાગ્યા સુધી જ ખુલશે. જ્યારે ગ્રામીણ વિસ્તારમાં દિવસના ૧૨ વાગ્યા સુધી દુકાનો ખુલશે. આવશ્યક સેવાઓ સિવાયની તમામ સરકારી કચેરીઓ બંધ રહેશે. સોમવાર અને ગુરુવારે સવારે ૬થી રાત્રીના ૧૦ વાગ્યા સુધી ખેડુતો માટે બીજ અને ખાતરની દુકાનો ખુલશે. જ્યારે લિચી અને કેરીના બોક્સ બનાવવા માટે મર્યાદિત સંખ્યામાં મીલોને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.

Related posts

મધ્યપ્રદેશમાં ખેડૂતોએ એએસઆઇની આંખ ફોડી નાંખી :૧૧ પોલીસ જખમી

aapnugujarat

उन्नाव रेप : कुलदीप सिंह सेंगर पर लगा पॉक्सो ऐक्ट

aapnugujarat

મહિલા માટે ભારત બિનસુરક્ષિત દેશ : ઉદ્ધવ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1