Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

બ્રિટનમાં લોકડાઉન પૂર્ણ થવાના આરે

સોમવારે બ્રિટનથી પણ આવા જ સમાચાર આવ્યા જેમાં આશાની કિરણ જાેવા મળી રહી છે. મૂળે, બ્રિટેને ઘોષણા કરી દીધી છે કે આગામી ૧૭ મેથી કોરોના પ્રતિબંધોમાં છુટ આપવામાં આવશે. એ જણાવવું જરૂરી છે કે બ્રિટન થોડા મહિનાઓ દરમિયાન યૂકે વેરિયન્ટના કારણે ગંભીર રીતે કોરોના સામે સંઘર્ષ કરી રહ્યું હતું. બ્રિટનમાં પહેલી લહેર દરમિયાન પણ કોરોનાનો પ્રભાવ ખૂબ મજબૂત હતો પરંતુ સામાન્ય કોરોના વાયરસથી ૭૦ ગણો વધુ સંક્રામક યૂકે વેરિયન્ટે બ્રિટનમાં મુશ્કેલીઓનો પહાડ ઊભો કરી દીધો હતો. બ્રિટન હવે આ સમયમાંથી બહાર આવી રહ્યું છે. ડેઇલી મેલમાં પ્રકાશિત એક રિપોર્ટમાં ખૂબ ભાવનાત્મક હેડિંટ આપવામાં આવ્યું છે. રિપોર્ટનું હેડિંગ કહે છે કે ૧૭ મેથી બ્રિટનવાસી પોતાના સગા-સંબંધીઓ અને નજીકના લોકોને ભેટી શકશે. લોકો બાર અને પબ જઈ શકશે. હોલિડે ઉજવી શકશે. કોઈ નિકટતમના દુઃખનો હિસ્સો બનવા માટે તેમના પ્રિયજનની અંતિમ યાત્રામાં સામેલ થઈ શકશે. સિનેમા, હોટલ, સંગ્રહાલય ફરી એક વાર ખુલશે. જાેકે પ્રતિબંધોમાં છુટ માટે કેટલીક શરતો પણ મૂકવામાં આવી છે. બ્રિટિશ સરકાર ૨૧ જૂન સુધી લોકડાઉન ખતમ કરવાની તૈયારીમાં છે.
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જાેનસને પોતાના સંબોધનમાં કોરોના વાયરસના ઈન્ડિયન વેરિયન્ટનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે તેને મોનિટર કરવાની જરૂર છે. હાલમાં પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડમાં ભારતમાં જન્મેલા કોરોના વાયરસને વેરિયન્ટને વેરિયન્ટ ઓફ ક્ધસર્ન તરીકે લિસ્ટ કર્યું છે. ચીફ મેડિકલ ઓફિસર ઓફ ઈંગ્લેન્ડ પ્રોફેસર ક્રિસ વિટીનું કહેવું છે કે ઈન્ડિયન વેરિયન્ટના ત્રણ ટાઇપ યૂકેમાં ઉપસ્થિત છે. જેમાંથી એકનું સંક્રમણ દેશના કેટલાક હિસ્સામાં ઝડપથી વધતું લાગી રહ્યું છે. મોટી સંખ્યામાં લોકોને સંક્રમિત કરવાની ક્ષમતાવાળા આ ઈન્ડિયન વેરિયન્ટ સબટાઇપ .૧.૬૧૭.૨ના સપ્તાહની અંદર ૫૦૦ કેસ સામે આવતા તેને વેરિયન્ટ ઓફ ક્ધસર્ન જાહેર કરવામાં આવ્યો છે. આ કેટગરીમાં પહેલાથી જ સાઉથ આફ્રિકન અને બ્રાઝિલિયન વેરિયન્ટ રાખવામાં આવ્યા છે.

Related posts

चीन के गुझाऊ प्रांत में भूस्खलन, 11 लोगों की मौत

aapnugujarat

धन की तंगी से गुजर रहा है संयुक्त राष्ट्र, अक्टूबर में खत्म हो सकता है सारा पैसा : गुतारेस

aapnugujarat

No evidences that Russia behind downing of Malaysia Airlines flight MH17 : Putin

aapnugujarat

Leave a Comment

UA-96247877-1