Aapnu Gujarat
ટેકનોલોજી

ઈન્સ્ટાગ્રામે લીધી કંગના વિરૂદ્ધ એક્શન

અભિનેત્રી કંગના રનૌતનું ટ્‌વીટર એકાઉન્ટ તાજેતરમાં જ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. બંગાળની ચૂંટણી બાદ અભિનેત્રીની વિવાદાસ્પદ ટિપ્પણી પર એક્શન લઈને ટ્‌વીટરે કંગનાનું ટ્‌વીટર એકાઉન્ટ કાયમ માટે બંધ કરી દીધું હતું. ત્યારે હવે ટ્‌વીટર બાદ ઈન્સ્ટાગ્રામે પણ કંગનાની પોસ્ટ પર એક્શન લીધી છે.રસપ્રદ વાત એ છે કે, ઈન્સ્ટાગ્રામે કંગનાની એ પોસ્ટ ડીલિટ કરી દીધી છે જેમાં તેણીએ કોરોના વાયરસને ખતમ કરવાની વાત કરી હતી.કંગનાએ ૮ મેના રોજ પોતાનો ફોટો શેર કર્યો હતો અને સાથે લખ્યું હતું કે, ’છેલ્લા કેટલાક દિવસથી મને થાક અને અશક્તિ જણાઈ રહ્યા હતા. ઉપરાંત આંખોમાં હળવી બળતરા પણ થઈ રહી હતી. હું હિમાચલ જવા વિચારી રહી હતી અને એટલે જ આજે મેં ટેસ્ટ કરાવ્યો હતો જેમાં હું કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. મેં પોતાની જાતને ક્વોરેન્ટાઈન કરી દીધી છે. મને અંદાજો નહોતો કે આ વાયરસ મારા શરીરની અંદર પાર્ટી કરી રહ્યો છે, હવે જ્યારે મને ખબર પડી છે તો હું એને ખતમ કરી દઈશ. તમે લોકો પ્લીઝ કોઈને તમારા સામે જીતવાની શક્તિ ન આપશો. જો તમે ડરેલા છો તો એ તમને વધુ ડરાવશે. આવો આ કોવિડ-૧૯નો ખાત્મો કરીએ. આ કશું નહીં, બસ થોડા સમય માટેનો ફ્લુ છે જેને ખૂબ અટેન્શન મળ્યું અને હવે તે લોકોને ડરાવી રહ્યો છે. હર હર મહાદેવ.કંગનાએ પોતાની ઈન્સ્ટા સ્ટોરી પર આ અંગે જાણકારી આપતા લખ્યું હતું કે, ’ઈન્સ્ટાગ્રામે મારી એ પોસ્ટ ડીલિટ કરી દીધી છે જેમાં મેં કોવિડને ખતમ કરવાની વાત કરી હતી કારણ કે, કેટલાક લોકોને દુખ થયું હતું. મતલબ, આતંકવાદીઓ અને કોમ્યુનિસ્ટ્‌સને સહાનુભૂતિ આપનારાઓ અંગે સાંભળ્યુ હતું પણ કોવિડ ફેન ક્લબ…ઓસમ…ઈન્સ્ટા પર ૨ જ દિવસ થયા છે પણ હવે નથી લાગતું કે અહીં ૧ સપ્તાહથી વધારે ટકી શકું.’

Related posts

ભારતમાં સૌથી ખરાબ દિવસો આવવાના હજુ બાકી : સુંદર પિચાઇ

editor

जियो से Non-जियो नेटवर्क पर फिर से मिलेगी फ्री अनलिमिटेड कॉलिंग

editor

जियो में 7.73 प्रतिशत हिस्सा खरीदने के लिए गूगल ने दिए 30,737 करोड़

editor

Leave a Comment

UA-96247877-1