Aapnu Gujarat
રાષ્ટ્રીય

બંગાળમાં તાડકાની સરકાર અને મુમતાઝની લોકશાહી : પજ્ઞા ઠાકુર

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની જીતને લઈને મધ્યપ્રદેશમાં પણ રાજકારણ શરૂ થઈ ગયું છે. ભોપાલના સાંસદ પ્રજ્ઞા ઠાકુરે પશ્ચિમ બંગાળ સરકાર પર વિવાદિત ટિપ્પણી કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. તેમણે પશ્ચિમ બંગાળને મુમતાઝની લોકશાહી જણાવતા હિંદુ કાર્યકરોની નિર્દયી હત્યા, બળાત્કાર અને હત્યા અંગે નારાજગી વ્યક્ત કરી હતી અને લખ્યું હતું- હવે ટિટ ફોર ટૈટ કરવું જ પડશે એટલે કે જેવા સાથે તેવા.
તેમણે કહ્યું કે હવે લોકોને આસામમાં આશરો લેવો પડી રહ્યો છે. આનો એકમાત્ર ઉપાય રાષ્ટ્રપતિ શાસન અને દ્ગઇઝ્ર જ છે. સંતો અને વીરોની ભૂમિ પર તાડકાનું શાસન થઈ ગયું. જો કે તેની પોસ્ટબાદ લોકોએ પ્રતિક્રિયા આપી છે. આ અંગે સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ છે. કેટલાકે તેને કાશ્મીર બનવાની શરૂઆત ગણાવી હતી અને કેટલાકે તેને ભાજપ માટે હારની વેદના ગણાવી હતી. લોકોએ આ માટે ભાજપ પણ ઘેરાવ કર્યો છે.
પ્રજ્ઞા ઠાકુરે ગત ચૂંટણીમાં ભોપાલ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહને હરાવ્યા હતા. ત્યારબાદ, તેઓએ ઘણા મુદ્દાઓ પર વિવાદિત ટિપ્પણીઓ કરી છે. ત્યાર બાદ ભાજપને દૂર રહેવું પડ્યું. હાલના દિવસોમાં કંગના રાનૌત આવી જ એક ટિપ્પણી કરી ચૂકી છે, જેના ટિ્‌વટર હેન્ડલને સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.

Related posts

અલાહાબાદ ટૂંક સમયમાં બની જશે પ્રયાગરાજ

aapnugujarat

अरुणाचल प्रदेश में 6 उग्रवादी ढेर

editor

टेरर फंडिंग मामला : NIA की बड़ी कार्रवाई, अलगाववादी आसिया अंद्राबी का घर किया सील

aapnugujarat

Leave a Comment

UA-96247877-1