Aapnu Gujarat
બ્લોગ

૨૩ કરોડ લોકો ગરીબી રેખા નીચે ધકેલાયા

દેશમાં છેલ્લા સવા વર્ષથી કોરોનાવાયરસ મહામારી તરખાટ મચાવી રહી છે અને અર્થતંત્રને ભયંકર મુશ્કેલીમાં મુકી રહી છે તે જ રીતે ધંધા-ઉધોગ ફરી ભાગી ગયા છે અને રિઝર્વ બેન્ક દ્રારા પણ અર્થતત્રં તૂટી ગયાની વાત કરવામાં આવી છે ત્યારે દેશમાં ગરીબીનું પ્રમાણ ભયંકર રીતે આ સમયગાળા દરમિયાન વધી ગયું છે.
અજીમ પ્રેમજી યુનિવર્સિટીના નિષ્ણાંતો દ્રારા કરવામાં આવેલા સર્વે બાદ જાહેર કરાયેલા એક વિસ્તૃત અહેવાલ માં એમ જણાવવામાં આવ્યું છે કે સવા વર્ષમાં મહામારી ના સંકટ કાળમાં દેશની ૨૩ કરોડની જનતા ગરીબીમાં ધકેલાઇ ગઇ છે અને આગામી દિવસોમાં હજુ પણ વધુ પડકારજનક બની શકે છે.
દેશના મોટાભાગના શહેરો અને ગામડાઓમાં અર્થતંત્રના નિષ્ણાંતો અને સંશોધકો દ્રારા લાંબા સમય સુધી સર્વે કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ રિપોર્ટ તૈયાર કરવામાં આવી છે જે કેન્દ્ર તેમજ તમામ રાય સરકારો માટે પણ ભારે ચિંતાનો વિષય છે.
અહેવાલમાં વધુમાં એવી માહિતી આપવામાં આવી છે કે શહેરી વિસ્તારોમાં એક જ વર્ષના સમયગાળા દરમિયાન શહેરી વિસ્તારોમાં ૨૦ ટકા જેટલી ગરીબી વધી છે અને ગ્રામ્ય વિસ્તારોમાં ૧૫% ગરીબી વધી ગઈ છે અને લોકોની તમામ બચત ખલાસ થઇ ગઇ છે અને આર્થિક સંકટ ને લીધે સેંકડો લોકોએ આપઘાત પણ કરી લીધા છે. દેશમાં જનતાની આવકમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે અને એકંદરે બધા જ વર્ગેાની આવકમાં ૭થી ૧૦ ટકા જેટલો ઘટાડો થઈ ગયો છે અને કેટલાક દેશવાસીઓ એવા છે જેમની આવકમાં મોટા ગાબડા પડી ગયા છે અને ઘર ચલાવવામાં એમને આંખે અંધારા આવી રહ્યા છે.
રિઝર્વ બેન્ક દ્રારા ગઈકાલે ૫૦,૦૦૦ કરોડના ઇમર્જન્સી હેલ્થ સેવા લોન સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ દેશના ગરીબોને અને ગ્રામ્ય જનતાને તેનાથી સીધી કે આડકતરી રીતે કોઈ ફાયદો થાય તેવું દેખાતું નથી.
જો મહામારી લાંબી ચાલશે તો દેશના અર્થતંત્રની ભયંકર થવાની છે અને ગરીબીની ટકાવારીમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ભયંકર વધારો થવાનું જોખમ તોળાઈ રહ્યું છે અને કેન્દ્ર તેમજ રાય સરકારની જવાબદારી આગામી દિવસોમાં વધી જવાની છે.

Related posts

શું મહિલાઓનું શોષણ માત્ર બળાત્કારથી જ થાય છે?

aapnugujarat

लड़ाकू विमान राफेल का चेहरा

editor

સિંધુ જળસમજૂતિ : વિવાદનો લાંબો ઇતિહાસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1