Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોરોના જંગની કમાન ગડકરીને સોંપો : સુબ્રમણ્યમ સ્વામી

કોરોનાની વધતી મહામારીની વચ્ચે ભાજપા નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે આને પહોંચી વળવા માટેની જવાબદારી નીતિન ગડકરીને સોંપી દેવી જોઇએ. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે ભારતમાં વધુ એક કોરોનાની લહેર આવી શકે છે, જેમાં બાળકો વધારે ખતરામાં હશે. આવામાં જરૂર સખ્ત પગલાં ઉઠાવવા પડશે. સુબ્રમણ્યમ સ્વામીએ ટ્‌વીટ કરીને લખ્યું છે કે, કોરોનાથી સંપૂર્ણ લડાઈ લડવાની જવાબદારી પ્રધાનમંત્રી મોદીએ નિતિન ગડકરીને સોંપી દેવી જોઇએ. પીએમઓ પર ફક્ત નિર્ભર રહેવાથી કામ નહીં ચાલે. કોરોનાના વધતા કેસ બાદ જે સ્થિતિ છે તેનાથી પહોંચી વળવાની રીતોને લઇને વિપક્ષ તરફથી ટીકા થઈ રહી છે. બે દિવસ પહેલા સુબ્રમણ્ય સ્વામીએ પોતાની જ સરકારને ઘેરતા કહ્યું હતુ કે, હવે સરકારે એ કહેવાનું બંધ કરી દેવું જોઇએ કે કેટલું ઑક્સિજન આપણી પાસે ઉપલબ્ધ છે. સ્વામીએ કહ્યું કે, આપણે કહેવું જોઇએ કે કેટલી સપ્લાય આપણે કરી છે અને કઈ હૉસ્પિટલમાં મોકલી છે.

Related posts

સોપિયનમાં ત્રણ આતંકવાદી ઠાર

aapnugujarat

बजट में होम बायर्स को मिल सकता है तोहफा

aapnugujarat

ગુંડાતત્વો સામે અથડામણનો દોર હાલ જારી રહેશે : યોગી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1