Aapnu Gujarat
રાષ્ટ્રીય

રેમડેસિવિરથી વધ્યા ડાયાબિટિસના કેસ

જે રેમડેસિવિર ઇન્જેક્શનને કોરોનાનો રામબાણ ઈલાજ માનવામાં આવે છે એ ઇન્જેક્શન લોકોનું આરોગ્ય માટે હાનિકારક બની રહ્યું છે. રેમડેસિવિરના ડોઝ લેનાર દર્દીઓ એવી ગંભીર બીમારીનો ભોગ બની શકે છે જેની સામે તેમને જીવનભર ઝઝૂમવું પડી શકે એમ છે. તો નવી દિલ્હી સ્થિત એઇમ્સના ડાયરેક્ટ ડૉ.રણદીપ ગુલેરિયાએ જણાવ્યું છે કે વારંવાર સીટી સ્કેન શરીર માટે હાનિકારક છે, તેનાથી કેન્સર થવાનું જોખમ છે. રેમડેસિવિર અને સ્ટેરોઇડના કૉમ્બિનેશનથી શરીરમાં સુગલ લેવલ વધી જાય છે. ડાયાબિટિસના દર્દીઓનું સુગર લેવલ ૪૦૦ સુધી પહોંચી જાય છે.
કોરોનાથી સાજા થયા બાદ શરીરના હોર્મોનમાં બદલાવ આવે છે અને દર્દીની જુદા-જુદા પ્રકારની સમસ્યાઓ થાય છે. રેમડેસિવિરની સાઇડ ઇફેક્ટના કારણે દર્દીને સાજા થયા બાદ પણ ડૉક્ટરોના ચક્કર કાપી રહ્યા છે. તેમછતાં પણ ડૉક્ટરો કોરોના પેશન્ટને રેમડેસિવિર ઇન્જેક્શન લખી રહ્યા છે અને લોકો બ્લેકમાં પણ તે ખરીદવા તૈયાર છે. ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે કોરોનાથી રિકવર થયા બાદ દર્દીને પોસ્ટ કોવિડ કૉમ્પ્લિકેશન્સની સમસ્યા થાય છે.
સુરત શહેરમાં ૨૦૦૦ દર્દીને રેમડેસિવિરની સાઇડ ઇફેક્ટ થઈ હોવાનું સામે આવ્યું છે. આ એવા દર્દી છે જે ૧૪ કરતા વધારે દિવસમાં રિકવર થયા છે તથા તેમને ઓક્સિજન, બાયપેપ કે વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. આ દર્દીઓને થાક, ગભરામણ, શ્વાસ લેવામાં મુશ્કેલી, સાંધાની પીડા, અનિદ્રા, એન્ઝાયટી, નબળાઈ, ભૂખ ન લાગવી, સ્નાયુઓ ખેંચાવા વિગેરે જેવી સમસ્યા થઈ રહી છે.
રેમડેસિવિર ઇન્જેક્શન ઊંચા તાપમાને ખરાબ થઈ જતા રોકવા માટે રાજકોટમાં ઇન્જેક્શનને પાણીના થીજાવેલા પાઉચ સાથે પેક કરવાનો પ્રયોગ કરાયો છે. સ્થાનિક પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીએ આપેલા ઉપાયના આધારે આ શરૂઆત કરાઈ હતી
રેમડેસિવિર દરેક દર્દીને આપવાની જરૂર નથી. તેની અસર કિડની, લિવર પર થાય છે. માઇલ્ડ લક્ષણ ધરાવતા દર્દીને આપવું જોઈએ નહીં. સ્ટેરોઇડ આપવાથી સુગર લેવલ વધી જાય છે. તે લાંબા વખત સુધી રહે છે. જેમને કિડની, લિવરની તકલીફ છે તેમને રેમડેસિવિર આપવું જોઈએ નહીં. । ડૉ.પારુલ વડગામા, એચઓડી, ટીબી, ચેસ્ટ વિભાગ
રેમડેસિવિરથી લિવર પર વધારે અસર પડે છે. તેથી સમયાંતરે ચેકઅપ જરૂરી છે. સામાન્ય માણસનું સુગર લેવલ ખાલી પેટે ૧૧૦ અને જમ્યાના એક કલાક પછી ૧૪૦ હોય છે. રેમડેસિવિર તથા સ્ટેરોઇડના કારણે સુગર લેવલ વધે છે. ડાયાબિટિસના દર્દીનું સુગર લેવલ ૪૦૦ સુધી વધી જાય છે. । ડૉ.વિવેક ગર્ગ, મેડિસિન વિભાગ, સ્મીમેર હૉસ્પિટલ
રેમડેસિવિર એન્ટિવાયરલ દવા છે. કોરોનાની નહીં. કોવિડ દર્દીને રેમડેસિવિરની સાથે સ્ટેરોઇડ આપવામાં આવે છે. તેનાથી સુગર લેવલ વધે છે તથા કિડની અને લિવર પર સાઇડ ઇફેક્ટ થાય છે. જેનાથી હિપેટાઇટસ, યુરિનની સમસ્યા, ભૂખ ન લાગવી વગેરે જેવા પ્રોબ્લેમ થઈ શકે છે. ડિપ્રેશન તથા એન્ઝાયટીની સમસ્યા પણ થાય છે. । ડૉ. નૈમિશ શાહ, મેડિસિન વિભાગ, સ્મીમેર હૉસ્પિટલ
જે દર્દીઓને કોરોનાની સારવાર દરમિયાન રેમડેસિવિર કે સ્ટેરોઇડ આપવામાં આવે છે તેમને મુખ્યત્વે સુગર અને હોર્મોનલ ડિસઓર્ડરની સમસ્યા થાય છે. ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે ગત દિવસોમાં આવા આશરે ૨૦૦૦ દર્દીઓ સામે આવ્યા છે જેમનું સુગર લેવલ વધી ગયું હતું. કોરોના પહેલા તેમનું સુગર લેવલ સામાન્ય હતું. પણ રેમડેસિવિર લીધા બાદ સુગર લેવલ ૩૦૦થી ૪૦૦ સુધી વધી ગયું. ડૉક્ટરોનું માનવું છે કે રેમડેસિવિર તથા સ્ટેરોઇડના કૉમ્બિનેશનથી શરીરમાં સુગર લેવલ ઝડપથી વધે છે.

Related posts

સોશિયલ સિક્યુરિટી પ્લાનને બહાલી : ૫૦ કરોડ વર્કરોને લાભ

aapnugujarat

अंग्रेजी थोपना बंद करो : डॉ. वैदिक

aapnugujarat

“In 6-7 months, we will have capacity to vaccinate about 30 crore people” : Union Min. Harsh Vardhan

editor

Leave a Comment

UA-96247877-1