Aapnu Gujarat
રાષ્ટ્રીય

કોરોનાને રોકવા માટે લોકડાઉન એકમાત્ર ઉપાય : રાહુલ ગાંધી

દેશમાં કોરોના વાયરસનું જે તાંડવ લી રહ્યું છે, જેમાં દરરોજ હજારો જિંદગી હોમાઇ રહી છએ. કોરોનાનો કાળ દિવસેને દિવસે વધી રહ્યો છે. જેની સામે આપણી સરકારી અને આરોગ્ય વ્યવસ્થા સતત વામણી પુરવાર થઇ રહી છે. કોરોના વાયરસના વધી રહેલા કહેરને જોતા દેશના અનેક રાજ્યો દ્વારા લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ત્યારે ફરી એક વખત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કર્યા છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાના કારણે જે સ્થિતિ ઉભી થઇ છે, તે માટે રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી મોદી સરકાર પ્રહાર અને આક્ષેપો કરી રહ્યા છે.આ વખતે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાની માંગ કરી છે. તેમણે આવી માંગ સાથે ટિ્‌વટ કર્યું છે. ટિ્‌વટમાં તેમણે કહ્યું છે કે કોરોના વાયરસના વધી રહેલા ફેલાવાને રોકવા માટે હવે એક જ રસ્તો બચ્યો છે, તે છે સંપૂર્ણ લોકડાઉન. રાહુલ ગાંધીનું આ ટિ્‌વટ એવા સમયે આવ્યું છએ, જ્યારે દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા ૨ કરોડને પાર પહોંચી છે.રાહુલ ગાંધીએ કહ્યું છે કે સરકારે લોકડાઉન લગાવવાની દિશામાં ધ્યાન આપવું જોઇએ.સમાજના કેટલાક લોકોને ન્યાય યોજનાનો લાભ આપીને પૂર્ણ લોકડાઉન લગાવવું જોઇએ, જેથી સમય રહેતા લોકોના જાવ બચાવી શકાય. ઉલ્લેખનીય છે કે તેઓ સતત સરકારને કરોના અંગે પોતાના સૂચનો કરતા આવ્યા છે, જો કે તે અલગ વાત છે સરકારે ક્યારેય તે ગંભીરતાથી લીધા નથી.

Related posts

દિલ્હી હોટસ્પોટ બનવા તરફ

editor

દિલ્હીમાં ફટાકડા પરનો પ્રતિબંધ ૨૩ જાન્યુઆરી સુધી લંબાવાયો

aapnugujarat

पुलवामा में हमला, 2 जवान शहीद

editor

Leave a Comment

UA-96247877-1