Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ભારતીય યુવાનોને આઇએસમાં ભરતી કરાવનારી મહિલાની પુછપરછ માટે એનઆઇએ ફિલીપાઇન્સ જશે

ભારતીય યુવાનોને આતંકી સંગઠન આઇએસ તરફ આકર્ષિત કરી તેમને આઇએસમાં ભરતી કરાવનારી મહિલા આયેશા હાડમિડનને પુછપરછ માટે એનઆઇએની ટીમ ફિલીપાઇન્સ મળવા જશે.આયેશાની પૂછપરછ માટે એનઆઇએ ગૃહ મંત્રાલય દ્વારા ફિલીપાઇન્સ સરકારને પત્ર મોકલી મંજુરી માંગશે. એનઆઇએના અધિકારીઓને લાગી રહ્યું છે કે આયશાની પુછપરછમાં એવા ભારતીય લોકોની જાણકારી મળશે જે ૨૦૧૪થી અત્યાર સુધીમાં આઇએસ સાથે જોડાયા હોય. એનઆઇએ દ્વારા કરવામાં આવેલી બે ચાર્જશીટમાં આયેશાનું નામ હતું. એવામાં ફિલીપાઇન્સમાં તેની ધરપકડ થઇ હતી. આયેશા હાડમિડનની ફિલીપાઇન્સમાં ધરપકડ થઇ ત્યારબાદથી જ એનઆઇએ ફિલીપાઇન્સની સુરક્ષા એજન્સીના સંપર્કમાં હતી.આયેશા હાડમીન પોતે નિર્દોષ હોવાનું જણાવે છે. તેનુ કહેવું છે કે તે માત્ર મુસ્લિમ ધર્મ માટે બ્લોગ લખે છે. તે પોતાને પત્રકાર અને લેખક બતાવીને કહે છે કે તે સોશિયલ મીડિયાના માધ્યમથી ઇસ્લામના સંદેશાઓ ફેલાવવાનું કામ કરે છે.આયેશા હાડમિડન ફેસબુક, વ્હોટ્‌સ એપ, ટ્‌વીટર જેવી સોશિયલ નેટવર્કીંગ સાઇટ્‌સના માધ્યમથી યુવાનોને ફોસલાવીને આતંકી સંગઠનમાં ભર્તી કરાવે છે. આયેશાનું નેટવર્ક માત્ર ભારતમાં જ નહી પરંતુ અમેરીકા, યૂરોપ, સંયુક્ત આરબ અમીરાત, આર્જેન્ટીના, ઓસ્ટ્રેલીયા, બાંગ્લાદેશમાં પણ છે અને આ દેશોમાંથી આઇએસ માટે યુવાનોની ભરતી કરાવે છે.

Related posts

સાઉદી અરબે પાક.ને સીધો સવાલ કર્યો તમે અમારી સાથે છો કે કતાર સાથે ?

aapnugujarat

બ્રિટનમાં હુમલાના સંબંધમાં હજુ સુધી ૮ લોકોની ધરપકડ

aapnugujarat

जो चीन के खिलाफ देखेगो, उसे कुचल दिया जाएगा : शी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1