બ્રિટનના માન્ચેસ્ટરમાં કોન્સર્ટમાં આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા બાદ વ્યાપક શોધખોળ હજુ ચાલી રહી છે. દરોડા પાડવામાં આવી રહ્યા છે. આત્મઘાતી હુમલાના સંબંદમાં હજુ સુધી આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ખતરાનુ સ્તર હજુ અકબંધ રહ્યુ છે. સુરક્ષા તૈયારી વધારી ેદેવા માટે ૧૦૦૦ જવાનોની પહેલાથી તૈનાતી કરવામાં આવી ચુકી છે. બાજુ બ્રિટનમાં વ્યાપક દરોડાની કાર્યવાહી આજે જારી રહી હતી. સર્ચ અને પેટ્રોલીંગની પ્રક્રિયા વધુ તીવ્ર બનાવી દેવામાં આવી છે. શકમંદ લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. તપાસ અને ધરપકડના દોર વચ્ચે હજુ સુધી કુલ આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અત્રે નોંધનિય છે કે ૨૨ વર્ષીય માન્ચેસ્ટર બોમ્બર સોમવારે મોડી રાત્રે યુરોપના સૌથી મોટા માન્ચેસ્ટર ઈન્ડોર મેદાન ખાતે અમેરિકી પોપ સ્ટાર અરીયાના ગ્રાન્ડેના કોન્સર્ટ દરમિયાન ત્રાટક્યો હતો. જેમાં ૨૨ લોકોના મોત થઈ ગયા હતા. માન્ચેસ્ટર કોન્સર્ટ હુમલાા સંદર્ભમાં યુકેમાં વધુ લોકોની ધરપકડ કરતા સંખ્યા વધીને આઠ પર પહોંચી ગઇ છે. અન્યત્ર દરોડાની કાર્યવાહી ચાલી રહી છે.અત્રે નોંધનિય છે કે વર્ષ ૨૦૦૫ના ૭મી જુલાઈના શ્રેણીબદ્ધ બોંબ ધડાકા બાદથી બ્રિટનમાં કરવામાં આવેલા હજુ સુધીના સૌથી વિનાશકારી ત્રાસવાદી હુમલામાં સોમવારે મોડી રાત્રે બાળકો સહિત ઓછામાં ઓછા ૨૨ લોકોના મોત થયા હતા જ્યારે ૫૯ લોકો ઘાયલ થયા હતા.આત્મઘાતી બોંબર ત્રાટકતા અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. સોમવારે મોડી રાત્રે માન્ચેસ્ટરમાં અમેરિકાની પોપસ્ટાર અરિયાના ગ્રાન્ડેના પોપ કોન્સર્ટમાં હજારો લોકો એકત્રિત હતા ત્યારે આ આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. યુરોપના સૌથી મોટા ઇન્ડોર એરેના માન્ચેસ્ટર એરેનેમાં માર્યા ગયેલાઓમાં બાળકો અને ટીનેજરોનો સમાવેશ થાય છે. પોપ સ્ટારના હજારોની સંખ્યામાં ચાહકો અહીં એકત્રિત થયા હતા. આ બનાવના સંબંધમાં પુરતી માહિતી એકત્રિત કરવામા ંઆવી રહી છે. આ બ્લાસ્ટના કારણે ફરી એકવાર દુનિયા હચમચી ઉઠી છે. નજરે જોનાર સાક્ષીઓએ વિગત આપતા કહ્યુ છે કે બે પ્રચંડ બ્લાસ્ટના અવાજ સંભળાયા હતા. બ્લાસ્ટ બાદ ચારેબાજુ અંધાધુંધી ફેલાઇ ગઇ હતી. લોકોમાં ભાગદોડ મચી ગઇ હતી.
આગળની પોસ્ટ