Aapnu Gujarat
બ્લોગ

દર ચાર કલાકોમાં એક બેંક કર્મી ઠગાઈમાં પકડાય છે : રિઝર્વ બેંકના નવા ડેટામાં ચોંકાવનારો ઘટસ્ફોટ

દરેક ચાર કલાકમાં એક બેંક કર્મચારી સરેરાશ છેતરપિંડીના મામલામાં પકડાય છે. રિઝર્વ બેંક દ્વારા તૈયાર કરવામાં આવેલા ડેટામાં આ મુજબની વાત કરવામાં આવી છે. આમા જણાવવામાં આવ્યું છે કે, દેશમાં દરેક ચાર કલાકમાં એક બેંકરને ફ્રોડના મામલામાં પકડી લેવામાં આવે છે અને સજા કરવામાં આવે છે. પહેલી જાન્યુઆરી ૨૦૧૫થી લઇને ૨૦૧૭ વચ્ચે જાહેર ક્ષેત્રની બેંકોના ૫૨૦૦ કર્મચારીઓને પકડી લેવામાં આવ્યા છે. સાથે સાથે આ તમામને છેતરપિંડીના મામલામાં સજા કરવામાં આવી છે. આરબીઆઈના દસ્તાવેજમાં જણાવવામાં આવ્યું છે કે, ફ્રોડમાં પકડી પાડવામાં આવેલા આ કર્મચારીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે. દંડ ફટાકરવામાં આવ્યા છે. નોકરીમાંથી કાઢી પણ મુકવામાં આવ્યા છે. રિઝર્વ બેંક હાલના સમયે એપ્રિલ ૨૦૧૭થી લઇને હજુ સુધીના મામલામાં તપાસ કરે છે જેને લઇને ડેટા તૈયાર કરવામાં આવી રહ્યા છે. પબ્લિક સેક્ટર બેંકોમાં સૌથી વધારે ફ્રોડના મામલામાં એસબીઆઇના કર્મચારી ટોપ ઉપર રહ્યા છે. એસબીઆઈના ૧૫૩૮ કર્મચારીઓ ઉપર છેતરપિંડીના મામલાને લઇને કાર્યવાહી કરવામાં આવી છે. ઇન્ડિયન ઓવર્સિસ બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારીઓ દ્વારા સૌથી વધારે ફ્રોડ કરવામાં આવ્યા છે. એસબીઆઈમાં આ બેંકોની સરખામણીમાં ત્રણ ગણા વધુ કર્મચારીઓ છેતરપિંડીમાં સામેલ રહ્યા છે. આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા ડેટામાં આ વાત કહેવામાં આવી નથી કે, કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી છેતરપિંડીના પરિણામ સ્વરુપે આ બેંકોને કેટલું નુકસાન થયું છે. જુના ડેટા મુજબ પહેલી એપ્રિલ ૨૦૧૩થી ૧૩મી ડિસેમ્બર ૨૦૧૬ વચ્ચે તમામ કોમર્શિયલ બેંકોને ૧૭૦૪ ફ્રોડના મામલામાંથી ૬૬૦૦૦ કરોડનું નુકસાન થયું હતું.

Related posts

તમારા પાર્ટનર સાથે ક્યારેય ઝઘડો થાય તો આ વાત સામે ના કહેશો

aapnugujarat

ધનતેરસે સોનામાં રોકાણ

aapnugujarat

General Knowledge

aapnugujarat

Leave a Comment

UA-96247877-1