Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઉત્તરપ્રદેશમાં એન્કાઉન્ટર ભયથી અપરાધી જેલ ભેગા થવા ઇચ્છુક

ઉત્તરપ્રદેશમાં વારંવાર થઇ રહેલા એન્કાઉન્ટરને લઇને અપરાધીઓમાં દહેશત ફેલાઈ ગઈ છે. ભયભીત થયેલા અપરાધી શરણાગતિ સ્વીકારી રહ્યા છે. યોગી સરકારે જિલ્લા પોલીસ અધ્યક્ષોને અપરાધીઓને ઠાર કરી દેવા માટેના આદેશો જારી કરી દીધા છે. ગયા વર્ષે સત્તામાં આવ્યા બાદથી યોગી સરકારમાં કુલ ૧૨૪૦ એન્કાઉન્ટર થઇ ચુક્યા છે જેમાં ૪૦થી વધુ અપરાધીઓને ઠાર કરવામાં આવ્યા છે. ૩૫૦ હજુ પણ ઘાયલ થયેલા છે. યુપી ડીજીપીના ઓફિસથી મળેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, ૧૪૨ વોન્ટેડ અપરાધીઓએ રાજ્યમાં અથવા તો રાજ્યની બહાર શરણાગતિ સ્વીકારી લીધી છે. આમા એવા અપરાધી પણ સામેલ છે જે અપરાધી પર પોલીસે ઇનામ રાખવામાં આવ્યા છે. અથડામણમાં ઠાર થઇ જવાના ભયથી અપરાધીઓ વ્યાપક દહેશતમાં છે. ભય એટલો હદ સુધી છે કે, ૨૬ અપરાધીઓને જામીન મળી ગયા હોવા છતાં જેલ છોડવા માટે તૈયાર નથી. ૭૧ અપરાધીઓએ બેલ બોન્ડ રદ કરાવી દીધા છે અને આ લોકો જેલ ભેગા જ થઇ ગયા છે. સરકારી આંકડાની વાત કરવામાં આવે તો ગયા વર્ષે ૨૦મી માર્ચથી લઇને ૧૪મી ફેબ્રુઆરી વચ્ચના ગાળામાં ૨૯૨૬ ધરપકડ કરવામાં આવીચુકી છે. પોલીસે અપરાધીઓની ૧૪૭ કરોડ રૂપિયાની ૧૬૯ સંપત્તિ જપ્ત કરી લીધી છે. અપરાધી જેલમાં પરત આવવા ઇચ્છુક છે તો અમને કોઇ તકલીફ નથી. કારણ કે તેમની આજ યોગ્ય જગ્યા છે. ઉત્તરપ્રદેશના ડીજીપી ઓપી સિંહે કહ્યું છે કે, એન્કાઉન્ટરના પરિણામ ખુબ જ ચોંકાવનારા આવી રહ્યા છે. આ પહેલા ક્યારે પણ અપરાધીઓમાં આવી દહેશત દેખાઈ નથી. અપરાધીઓ પ્રથમ વખત ભયમાં છે અને સામાન્ય લોકોને શાંતિ થઇ રહી છે. એન્કાઉન્ટરમાં ઠાર થવાના ભયથી અપરાધીઓ શરણાગતિ સ્વીકારી રહ્યા છે. રાજ્યમાં ખુબ ઝડપથી શાંતિ સ્થાપિત થવાના સંકેત મળી રહ્યા છે.

Related posts

શ્રીલંકાએ ભારત પાસેથી માંગી ૫૦ કરોડ ડોલરની લોન

editor

રેલવે એપ ‘સારથી’ને ન મળ્યો યાત્રીઓનો સાથ

aapnugujarat

પત્નીએ પતિ પાસે ઘર ખર્ચ માટે પૈસા માંગ્યા તો તલાક આપ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1