Aapnu Gujarat
ગુજરાત

કોંગ્રેસના યુવા નેતા અલ્પેશ ઠાકોર રાષ્ટ્રીય રાજનીતિમાં

ગુજરાત કોંગ્રેસના યુવા નેતા અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સાથેની એક જ દિવસમાં બે વખત થયેલી મુલાકાત પરથી આખરે પડદો ઉંચકાયો છે. ઓબીસી આંદોલનથી રાજયમાં ચર્ચામાં આવેલા અને ત્યારબાદ કોંગ્રેસમાં જોડાઇ ધારાસભ્ય પદે ચૂંટાઇ આવનાર કોંગ્રેસના યુવા નેતા અલ્પેશ ઠાકોરનું કદ ખૂબ જ ટૂંકા ગાળામાં કોંગ્રેસમાં વધી રહ્યું છે. જે પરથી એવા સંકેત મળી રહ્યા છે કે, કોંગ્રેસના યુવા નેતા અલ્પેશ ઠાકોર હવે ગુજરાતની રાજનીતિથી રાષ્ટ્રીય રાજનીતિમાં એન્ટ્રી મારે તેવી પૂરી શકયતા છે. રાહુલ ગાંધી સાથેની અલ્પેશ ઠાકોરની મુલાકાત બાદ ઘણી મહત્વની અને ખાસ કરીને અલ્પેશ ઠાકોર માટે ઘણી લાભકારી સાબિત થઇ છે. રાહુલ ગાંંધીની ટીમમાં યુવા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો સમાવેશ કરવામાં આવશે અને તેમને ગુજરાતથી રાહુલની ટીમમાં મહત્વની જવાબદારી અને નેતૃત્વ સોંપાય તેવી પણ શકયતા છે. એટલું જ નહી, રાહુલ ગાંધીની ગુડબુકમાં સ્થાન પામી ગયેલા અલ્પેશ ઠાકોરને આગામી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરને ચૂંટણી લડાવાય તેવી પણ સંભાવનાઓ જણાઇ રહી છે. અલ્પેશ ઠાકોરના વધેલા કદને લઇ ગુજરાત કોંગ્રેસમાં પણ જોરદાર ચર્ચાઓ ચાલી છે. બીજીબાજુ, કોંગ્રેસમાં વર્ષોથી ખંત અને નિષ્ઠાપૂર્વક કામ કરી રહેલા લોકોને કાપીને અલ્પેશ ઠાકોર જેવા યુવા ચહેરાઓને જ આગલી હરોળમાં સ્થાન આપવાના પક્ષના મોવડીમંડળના સંકેતોને પગલે ગુજરાત કોંગ્રેસમાં આવા જૂના જૂથમાં આંતરિક નારાજગી પણ પ્રવર્તી છે. દરમ્યાન કોંગ્રેસ પક્ષ દ્વારા સુરત જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષના નેતા દર્શન નાયકની પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. વિધનાસભાની ચૂંટણીઓ દરમ્યાન પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કોંગ્રેસ દ્વારા આ શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે દર્શન નાયકને પક્ષમાંથી તાત્કાલિક અસરથી બરતરફ કરી દેવાયા છે.

Related posts

સત્તાના શિખર સર કરવા આમ આદમી પાર્ટી દ્વારા મથામણ

aapnugujarat

રમઝાન માસ અને ખેડૂતોના આંદોલનની આગમાં શાકભાજી-ફ્રૂટના ભાવમાં ઉછાળો

aapnugujarat

અમદાવાદમાં ટ્રાફિક અંગેની જાગૃતિ શિબિર યોજાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1