Aapnu Gujarat
ગુજરાત

બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં કોંગી, ખેડામાં ભાજપની સત્તા

રાજયની બનાસકાંઠા અને ખેડા એમ બે જિલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતની ચૂંટણીઓના પરિણામ આજે રાજય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાત વિધાનસભા, ગ્રામ પંચાયતો, નગરપાલિકાની ચૂંટણીઓની જેમ ફરી એકવાર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. આજે જાહેર થયેલા પરિણામોમાં બનાસકાંઠા જિલ્લા પંચાયત કોંગ્રેસે તેના પંજાનો પાવર બતાવ્યો છે અને સત્તા હસ્તગત કરી લીધી છે, તો ખેડા જિલ્લા પંચાયતમાં ભાજપે તેનો ભગવો લહેરાયો છે. આ બે જિલ્લા પંચાયતમાંથી બંને પક્ષે એક-એક જિલ્લા પંચાયતની સત્તા મેળવવા સફળતા મેળવી છે. રાજયની ૧૭ તાલુકા પંચાયતોની યોજાયેલી ચૂંટણીમાં આઠ પર કોંગ્રેસે સત્તા હસ્તગત કરી છે, જયારે સાતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જિલ્લા પંચયાતો અને તાલુકા પંચાયતોની સમગ્ર ચૂંટણીથી લઇ મતગણતરી અને પરિણામો જાહેર કરવા સુધીની તમામ પ્રક્રિયામાં રાજય ચૂંટણી આયોગના કમિશનર વરેશ સિંહા, સંયુકત કમિશનર એ.એ.રામાનુજ, મુખ્ય ચૂંટણી સચિવ મહેશભાઇ જોષી, નાયબ ચૂંટણી કમિશનર એ.એ.વ્યાસ, નાયબ ચૂંટણી કમિશનર ફાતિમા શેખ, મદદનીશ ચૂંટણી અધિકારી વી.એમ.પટેલ, વસંતભાઇ સોલંકી, ઇશ્વરભાઇ નીનામા, નાયબ મામલતદાર સહિતના અધિકારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. આ અંગે રાજય ચૂંટણી આયોગના મુખ્ય સચિવ મહેશભાઇ જોષી અને મદદનીશ ચૂંટણી અધિકારી વી.એમ.પટેલે જણાવ્યું હતું કે, મતગણતરીની પ્રક્રિયા એકંદરે શાંતિપૂર્ણ રહી હતી અને તમામ પરિણામો જાહેર કરી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે, નગરપાલિકાઓની ચૂંટણી બાદ તા.૨૧મી ફેબ્રુઆરીએ રાજયની બનાસકાંઠા અને ખેડા એમ બે જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઇ હતી, જેમાં બનાસકાંઠા જિલ્લા પંચાયતની ૬૬ બેઠકો માટે તો, ખેડા જિલ્લા પંચાયતની ૪૪ બેઠકો માટે મતદાન યોજાયું હુતં. બનાસકાંઠા જિલ્લાની એક બેઠક બિનહરીફ થઇ હતી. આજે જાહેર થયેલા પરિણામોમાં બનાસકાંઠા જિલ્લા પંચાયત કોંગ્રેસના ફાળે ગઇ છે. કોંગ્રેસે બનાસકાંઠાની ૬૬ બેઠકોમાંથી ૩૭ બેઠકો કબ્જે કરી છે, જયારે ભાજપને ફાળે માત્ર ૨૯ બેઠકો આવી છે. જયારે ખેડા જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ખેડા જિલ્લા પંચાયતની ૪૪ બેઠકોમાંથી ભાજપને ૨૮ અને કોંગ્રેસને માત્ર ૧૬ બેઠકો મળી છે. ખેડા જિલ્લાની કપડવંજ તાલુકા પંચાયતની ૨૬ બેઠકો પૈકી ભાજપને ૯ અને કોંગ્રેસને ૧૩ બેઠકો મળી છે. તો રાષ્ટ્રવાદી કોંગ્રેસને બે અને અપક્ષને બે બેઠકો મળી છે. જયારે કઠલાલ તાલુકા પંચાયતની ૨૪ બેઠકો પૈકી ભાજપને ૧૨ બેઠકો અને કોંગ્રેસને દસ બેઠકો તથા અપક્ષને બે બેઠકો મળી છે. આ સિવાય ગાંધીનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ સત્તા મેળવવામાં સફળ રહ્યું છે. ગાંધીનગર તાલુકા પંચાયતની કુલ ૩૬ બેઠકોમાંથી કોંગ્રસને ૧૮, ભાજપને ૧૫ અને અપક્ષને ત્રણ બેઠકો મળતાં કોંગ્રેસના હાથમાં સત્તાનું સુકાન આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાની ૧૪ તાલુકા પંચાયતોનું ઓવરઓલ પરિણામ જોઇએ તો, કુલ ૩૫૦ બેઠકોમાંથી ભાજપના ફાળે ૧૭૩ બેઠકો અનએ કોંગ્રેસના ફાળે ૧૬૩ બેઠકો આવી છે, જયારે અપક્ષને નવ બેઠકો મળી છે. રાજયમાં પેટા ચૂંટણી હેઠળની જિલ્લા પંચાયતોની પાંચ બેઠકો પૈકી ત્રણ બેઠકો ભાજપને અને બે બેઠકો કોંગ્રસના હિસ્સામાં આવી છે.
આ જ પ્રકારે તાલુકા પંચાયતની ૨૪ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપને ૧૮ અને કોંગ્રેસને માત્ર છ બેઠકો મળી છે. રાજયની ૧૭ તાલુકા પંચાયતનું પરિણામ જોઇએ તો, ૧૭માંથી આઠ તાલુકા પંચાયત પર કોંગ્રેસનો પંજો છવાયો છે. તો, સાત તાલુકા પંચાયત ભાજપને ફાળે આવી છે. જયારે બે તાલુકા પંચાયતમાં ટાઇની સ્થિતિ સર્જાઇ છે, જેને લઇ બંને પક્ષો અવઢવમાં મૂકાયા છે. તાલુકા પંચાયતની ૨૪ બેઠકોની પેટાચૂંટણીમાં પણ કોંગ્રેસના પંજાનો પાવર સામે આવ્યો છે. કોંગ્રેસે ૧૮ બેઠકો મળી છે, ભાજપને છ બેઠકો મળી છે.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

મોદી આજથી ગુજરાતમાં ફરી ઝંઝાવતી પ્રચાર કરશે

aapnugujarat

ગુજરાત બજેટ : વિદેશી દારુ પર આબકારી જકાતમાં જંગી વધારો થયો

aapnugujarat

૨૬૦ કરોડનાં કૌભાંડી વિનય શાહની પત્ની ભાર્ગવી છ દિવસના રિમાન્ડ પર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1