Aapnu Gujarat
રાષ્ટ્રીય

ચીનની ધમકી વચ્ચે ડોભાલે વડાપ્રધાન મોદીને સ્થિતિની જાણકારી આપી

ચીનની સાથે સિક્કિમ સરહદે વધી રહેલા તણાવ વચ્ચે મંગળવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં ડોભાલએ વડાપ્રધાન મોદીને સરહદી તણાવ વિશે જાણકારી આપી હતી.રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આ મુલાકાત સંસદ ભવનમાં કરી હતી. વિદેશ સચિવે ચીન સાથે તણાવ મુદ્દે સંસદીય સમિતિની માહિતગાર કરી હતી. ચીન સાથે તણાવના મુદ્દે લોકસભામાં સમાજવાદી પાર્ટીએ કામ રોકો પ્રસ્તાવ પણ આપ્યો હતો. આ પહેલા સરકાર એક સર્વપક્ષીય બેઠક બોલાવીની દેશની રાજકીય પાર્ટીઓને ચીન સાથેના તણાવ વિષે માહિતગાર કરી ચુકી છે.નોંધપાત્ર છેકે, છેલ્લા એક મહિનાથી પણ વધારે સમયથી સિક્કિમમાં ડોકલામ બોર્ડર પર ચીન અને ભારતની સેના આમને-સામને છે. મંગળવારે ચીને તિબ્બતમાં ભારતીય બોર્ડરની પાસે યુદ્વાભ્યાસ કર્યો હતો. ત્યાર બાદ ચીને ભારતને ભૂટાન-ચીન-ભારત ટ્રાઇજંક્શનથી સેના પરત બોલાવવા માટે કહ્યું હતું. અને ચેતવણી પણ આપી હતી કે, નહીં બોલાવવા પર યુદ્વની સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે. ચીને બીજિંગ સ્થિત વિદેશી રાજદૂતોને પણ તમામ તણાવથી અવગત કરાવતા કહ્યું હતું કે, તેમના સંયમની સીમા હવે પૂરી થઇ ગઇ છે.

Related posts

पत्थरबाजों की जगह अरुंधती को जीप से बांधोः परेश रावल

aapnugujarat

पीएम मोदी और शेख हसीना ने भारत-बांग्लादेश के बीच 55 सालों बाद रेल लिंक का किया उद्घाटन

editor

दिल्ली में वकीलों पुलिस वालों के बीच मारपीट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1