Aapnu Gujarat
ગુજરાત

મોદી સ્ટેડિયમમાંથી પકડાયેલા ત્રણ સટ્ટોડિયાઓએ કર્યા ચોંકાવનારા ખુલાસા

બોગસ વેન્ડર પાસ મેળવી સ્ટેડિયમમાં ઘૂસવાની ઘટનામાં આંતર રાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટાનુ નેટવર્ક ખુલ્યું છે. સટ્ટોડિયાઓ અમદાવાદની હોટલમાં બેસી સટ્ટો લખનાર હરિયાણાના ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે અને પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. જેમાં અલગ-અલગ એપ્લિકેશન દ્વારા કરોડો રૂપિયા કમાતા હોવાનું સામે આવ્યું છે.
આ વિશે જાણવા મળી રહ્યું છે કે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં બે બોગસ વેન્ડરના પાસ બનાવી ક્રિકેટ સ્ટેડિયમમાં બેસી સટ્ટો રમતા આરોપીને ચાંદખેડા પોલીસે પકડ્યા બાદ તપાસમાં મોટો ખુલાસો થયો છે. પકડાયેલ બે આરોપી માત્ર મહોરા જ હતા. પણ આ આંતરરાજ્ય ગેંગ હોવાનું તપાસમાં ઘટસ્ફોટ થયો છે. અગાઉ પકડાયેલ બે આરોપી સ્ટેડિયમમાં બેસી મેચનો સ્ક્રોર મોબાઈલથી હોટલમાં બેઠા સટ્ટોડિયા કહેતા હતા. જે સટ્ટો કપાવતા પાંચ જેટલા સટ્ટોડિયા એક અઠવાડિયા માટે અમદાવાદની હોટલમાં રોકાયા હતા. આશ્રમ રોડ પર આવેલ ધ મેટ્રો હોટલમાં બે રૂમ બુક કરાવી સટ્ટો કપાવતા હોવાનુ સામે આવ્યું છે. જો કે ક્રિકેટ મેચ ગ્રાઉન્ડમાં અને ટીવી ચેનલોના પ્રસારણમાં કેટલીક સેકન્ડોનો તફાવત રહે છે. તેનો ફાયદો લઈ ગણતરીની સેકન્ડોમાં જ કરોડો રૂપિયાનો ફાયદો બુકીઓ કરી લેતા હોવાનું સામે આવ્યું છે.
ચાંદખેડા પોલીસે હરિયાણાના બે આરોપી રોકી સુભાષચંદ્ર યાદવ, સંજીવકુમાર યાદવ અને એક આરોપી સચ્ચિદાનંદ યાદવની બિહારથી ધરપકડ કરી છે. પકડાયેલ ત્રણે આરોપીઓ સહિત કુલ ૫ આરોપી અમદાવાદની હોટલમાં બેસી સટ્ટો રમતા હતા. પકડાયેલ ત્રણ આરોપીની પૂછપરછમાં મોટો ઘટસ્ફોટ થયો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત- ઇંગ્લેન્ડની ટી-૨૦ ક્રિકેટ મેચ રમાતી હતી. ત્યારે બે વેન્ડર બોગસ પાસ મારફતે સુનિલ ગંભીરે અને બીરેન્દર યાદવ બન્ને પાસમાં પોતાનો ફોટો લગાવી સ્ટેડિયમ બેસી મેચ સ્ક્રોર હોટલમાં રહેલ સટ્ટોડિયા કહેતા હતા. જેમાંથી હોટલમાંથી એક સુમિત બારેજા ધરપકડ કરી હતી. પરતું અન્ય ચાર સટ્ટોડિયા ફરાર થઈ ગયા, જેમાંના ત્રણ આરોપી ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

Related posts

વિનિયોગ વિધેયક ૨૦૧૮ને વગર જ વિરોધે પસાર કરાયું : નીતિન પટેલે ગૃહમાં મહત્વની માહિતી આપી

aapnugujarat

જનતાની સમસ્યા માટે ગૃહમાં કોંગ્રેસ આક્રમક દેખાવો કરશે : ધાનાણી

aapnugujarat

વિનોબાભાવે નગરમાં ૧૪ વર્ષની પુત્રી ઉપર સાવકા પિતાનું દુષ્કર્મ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1