Aapnu Gujarat
મનોરંજન

ફેમિલીને વધારવા માટે બ્લેક લાઇવલી ઉત્સુક

હોલિવુડ સ્ટાર દંપત્તિ રેયાન રેનોલ્ડ અને બ્લેક લાઇવલી એક બાળકને દત્તક લઇને પરિવારને વધુ વિસ્તૃત બનાવવાની યોજના ધરાવે છે. થોડાક સમય પહેલા તો ત્રીજા બાળકની યોજના પોતે પણ બનાવી હતી પરંતુ હવે બાળકને દત્તક લેવાની તૈયારી કરી છે. એમ માનવામાં આવે છે કે ટુંક સમયમાં જ બન્ને બાળકને દત્તક લઇ લેશે. આ સંબંધમાં વાતચીત ચાલી રહી છે. લગ્ન કર્યા બાદ બન્ને હાલમાં ભારે ખુશખુશાળ છે. તેમના બે બાળકો પહેલાથી જ છે. જેમાં બે પુત્રીનો સમાવેશ થાય છે. ત્રીજા બાળકની યોજના બનાવી રહ્યા હતા ત્યારે આઈ વિગત સપાટી પર આવી છે. હોલિવુડની સ્ટાર જોડી લગ્ન કર્યા બાદ પણ પોત પોતાના પ્રોજેક્ટમાં સતત વ્યસ્ત રહ્યા છે. તેમની બે પુત્રીઓ છે જેથી તેઓ દત્તક તરીકે પુત્રને લેવા વિચારી રહ્યા છે. આ સંબંધમાં છેલ્લા કેટલાક સમયથી વાતચીત પણ કરવામાં આવી રહી હતી. હવે વાતચીત અંતિમ તબક્કામાં પહોંચી ગઇ છે. ટુંક સમયમાં જ સત્તાવાર જાહેરાત કરવામાં આવનાર છે. રેયાન રેનોલ્ડને હોલિવુડના સૌથી લોકપ્રિય સ્ટાર તરીકે ગણવામાં આવે છે. તેના ચાહકોની સંખ્યા કરોડોમાં છે. સાથે સાથે તે વિશ્વના સૌથી સેક્સી પુરૂષોની યાદીમાં હમેંશા સામેલ થતો રહ્યો છે. તેને સૌથી મોટા સ્ટાર પૈકીના એક તરીકે પણ ગણવામાં આવે છે. તેની પાસે અનેક નવી ફિલ્મીની ઓફર આવી રહી છે. જો કે તે સાવધાનીપૂર્વક સારી પટકથા સાથેની ફિલ્મોમાં પણ જ કામ કરી રહ્યો છે. બીજી બાજુ બ્લેક લાઇવલી સૌથી હોટ સ્ટાર તરીકે રહી છે. તે ફેશન અને મોડલિંગની દુનિયા સાથે વર્ષોથી જોડાયેલી રહી છે. તેના ચાહકોની સંખ્યા પણ ઓછી નથી. બ્લેક લાઇવલી અને રેનોલ્ડની જોડી સૌથી હોટ સ્ટાર જોડી તરીકે વિશ્વ ભરમાં જાણીતી રહી છે. બાળકને દત્તક લેવાના સંબંધમાં બન્ને દ્વારા હજુ સુધી કોઇ વાત કરાઇ નથી પરંતુ તેમના નજીકના લોકો આ વાત કબુલે છે.

Related posts

सनी देओल के बेटे करण दिखाएंगे सिनेमाई पर्दे पर दम

aapnugujarat

હું બ્રેક લેવા માંગતી હતી એટલે શો છોડવાનો નિર્ણય કર્યો : હિના ખાન

editor

રાજકારણ માટે કમલ હાસને ફિલ્મોને અલવિદા કરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1