Aapnu Gujarat
બિઝનેસ

EDI ગાંધનગરથી લોન્ચ થયો ‘બુસ્ટ યોર બઝિનેસ થ્રુ ફેસબૂક’

મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ર૧મી સદીમાં સોશ્યલ મિડીયાના માધ્યમથી લઘુ નાના-મધ્યમ ઊદ્યોગ-વ્યવસાયકાર યુવાઓને વિશ્વ વેપારની તક ઝડપી લેવા આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યુ કે, સોશ્યલ મિડીયાના ફેસબૂક જેવા માધ્યમ પર વેપાર-કારોબાર વ્યવસાયના વ્યાપથી વિશ્વના કોઇપણ ખૂણે ઉપભોકતાને પ્રોડકટ-ઉત્પાદન પહોચાડવા યુવા સાહસિકો આઉટ ઓફ બોક્ષ થિકીંગ કરે તે સમયની માંગ છે.

મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં એન્ટરપ્રેનીયોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડીયા EDI અને ફેસબૂકના સંયુકત ઉપક્રમે ‘બૂસ્ટ યોર બિઝનેસ થ્રુ ફેસબૂક’નું લોન્ચીગ કર્યુ હતું. ઊદ્યોગ રાજ્યમંત્રીશ્રી રોહિત પટેલ, ફેસબૂકના રિપ્રન્ઝટેટીવ રોહિત મહેતા, EDI ના નિયામક શ્રી સુનિલ શુકલા, ઊદ્યોગના અગ્ર સચિવશ્રી મનોજકુમાર દાસ, MSME કમિશનર રતન ચારણગઢવી સહિત યુવા ઊદ્યોગ સાહસિક તાલીમાર્થીઓ આમંત્રિતો આ લોન્ચીગ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ અપેક્ષા વ્યકત કરી કે, આ લોન્ચીગને પરિણામે આવનારા દિવસોમાં ૧ લાખ જેટલા સ્મોલ એન્ટરપ્રેનીયોર્સ ફેસબૂક પર પોતાનો વ્યવસાય વિકસાવીને ભારતીય અર્થતંત્રને નવું બળ આપશે. પ્રધાનમંત્રીશ્રીના મેઇક ઇન ઇન્ડીયા અને ન્યૂ ઇન્ડીયાના સંકલ્પને પણ આના પરિણામે વેગ મળશે તેવો વિશ્વાસ શ્રી વિજય રૂપાણીએ વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ ફેસબૂકથી વેપાર-વ્યવસાય પ્રોત્સાહનની છણાવટ કરતા કહયું કે, સોશિયલ મીડીયા માર્કેટીંગ-ઇ-માર્કેટીંગથી યુવા સાહસિકોને પણ આર્થિક લાભ થશે, તેમની પ્રોડકટની માંગ અનુસાર ગુણવત્તા સુધારવાનો અવકાશ રહેશે તેમજ કોમેન્ટ બોક્ષથી ઉપભોકતાઓ સાથે સીધો સંવાદ કરીને ફર્સ્ટ હેન્ડ રિએકશન જાણી શકાશે.

Related posts

નોટબંધીથી હજુ પણ પરેશાન છે લઘુ અને મધ્યમ ઉદ્યોગ

aapnugujarat

सेबी ने भगोड़े हीरा कारोबारी मेहुल चोकसी पर लगाया पांच करोड़ रुपये का जुर्माना

aapnugujarat

દેશમાં વર્ષે ૮૧ લાખ નોકરીની જરૂરિયાત : વર્લ્ડ બેંક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1