Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આસામમાં પુરની સ્થિતિમાં આંશિક સુધાર : મૃતાંક ૬૧

આસામમાં પુરની સ્થિતીમાં આંશિક સુધાર થયો છે પરંતુ વધુ સાત લોકોના મોતની સાથે જ મોતનો આંકડો વધીને હવે ૬૧ ઉપર પહોંચી ગયો છે. કેટલીક જગ્યાએ બ્રહ્યપુત્ર અને તેની સહાયક નદીઓમાં પાણીની સપાટી ઘટી ગઇ હોવા છતાં સ્થિતીમાં સુધારો થવામાં હજુ વધારે સમય લાગી શકે છે. જે સાત લોકોના મોત થયા છે તે પૈકી શિવસાગરમાં બે, મોરીગાવ, બોંગાઇગાવ, દક્ષિણ સલમારા, સોનિતપુર અને જોરહાટ જિલ્લામાં એક એક વ્યક્તિનુ મોત થયુ છે. હવે રાહત પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યુ હોવાની વાત રાજ્યના નાણાં પ્રધાન હેમંત વિશ્વ શર્મા દ્વારા કરવામાં આવી છે. રાહત સામગ્રી અસરગ્રસ્ત લોકો સુધી પહોંચાડી દેવાનુ કામ ચાલી રહ્યુ છે. સાથે સાથે પુરગ્રસ્ત જિલ્લામાં રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. રાજ્યના ૨૫ જિલ્લાના આશરે ૧૫ લાખ લોકો હજુ પણ પુરના સકંજામાં છે. પુર અને ભારે વરસાદના કારણે ૭૩ પ્રાણીઓના પણ મોત થઇ ચુક્યા છે. ગેન્ડા માટે વિશ્વભરમાં લોકપ્રિય કાજીરંગા નેશનલ પાર્ક પાણીમાં ગરકાવ છે. પ્રાણીઓને અન્યત્ર ખસેડી લેવાની કામગીરી પણ ચાલી રહી છે. કાજીરંગા નેશનલ પાર્કમાં ૬૨ ટકા વિસ્તાર પાણીમાં ગરકાવ છે. પાર્ક નજીકથી પસાર થતા વાહનોની ટક્કરથી પણ કેટલાક અસામાન્ય પ્રાણીઓના મોત થયા છે. હાલમાં ૨૨૪૦ ગામો જળબંબાકાર છે. ગુવાહાટીમાં પણ કેટલીક જગ્યાએ પાણી ભરાયેલા છે. રાજ્ય સરકાર દ્વારા ૩૬૩ રાહત કેમ્પ ચલાવવામાં આવી રહ્યા છે. ૧૯ જિલ્લામાં ડિસ્ટ્રીબ્યુશેન સેન્ટર ચાલી રહ્યા છે. સરકારે ૨૯૦૩.૨૫ક્વિન્ટલ ચોખા અને ૫૯૬.૯૨ ક્વિન્ટલ કઠોળની ફાળવણી કરી છે. બચાવ અને રાહત કામગીરીમાં હવે રેલવે તંત્રના લોકો જોડાયા છે. રેલવે પ્રઘાન સુરેશ પ્રભુએ વરિષ્ઠ રેલવે અધિકારીઓને રાહત સામગ્રીના પુરવઠા માટે રાજ્યો સાથે સંકલન કરવા આદેશ કર્યા છે. આસામમાં તમામ અસરગ્રસ્ત જિલ્લાઓના વિસ્તારમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન ધરાવનાર કાજીરંગા નેશનલ પાર્કમાં ૨૫૦૦ ગેન્ડા રહે છે. વિશ્વમાં કુલ ગેન્ડાની સંખ્યા ૩૦૦ છે જે પૈકી ૨૫૦૦ ગેન્ડા આ સ્થળ પર છે. પુરના કારણે હરણ સહિત કુલ ૭૩ પ્રાણીઓના મોત થયા છે. તમામ પ્રકારની મદદ કરવા ખાતરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. ગુવાહાટીથી પ્રાપ્ત હેવાલ મુજબ રાજ્યમાં પુરની સ્થિતી હવે ધીમી ગતિથી હળવી બની રહી છે. કુલ ૨૫ જિલ્લા પુરના સકંજામાં આવી ગયા છે.મોતનો આંકડો વધીને ૬૧ ઉપર પહોંચી ગયો છે.એકલા લખીમપુર જિલ્લામાં ત્રણ લાખથી વધારે લોકો પુરના સકંજામાં આવી ગયા છે. તમામ મોટી નદીઓ અને તેમની સહાયક નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર છે. આસામના મુખ્યપ્રધાન સર્વાનંદ સોનોવાલ દ્વારા આજે કહેવામાં આવ્યુ હતુ કે સ્થિતી ખુબ વિકટ છે. તેમણે કહ્યુ છે કે પુરની સ્થિતી પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ૩૧ હાજાર લોકો માટે ૩૬૩ રાહત કેમ્પ સ્થાપિત કરવામાં આવી ચુક્યા છે. વરસાદના લીધે લોકપ્રિય કાજીરંગા નેશનલ પાર્કમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદ અને પુરના કારણે રાજ્યમાં ૭૯૦૦૦ હેક્ટરથી વધારે વિસ્તારમાં પાકને નુકસાન થયુ છે. નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. હવે રોગચાળાની દહેશત પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. બચાવ અને રાહત કામગીરીમાં સુરક્ષા દળોની મદદ લેવામાં આવી રહી છે. આસામમાં પુરની જ્યાં સુધી વધારે અસર થઇ છે તેમાં લખીમપુર, શિવસાગર, કચાર, ધેમાજી, વિશ્વનાથ, જોરહાત, ગોલાઘાટ, કરીમગંજ, સોનિતપુર અને નાલબેરીનો સમાવેશ થાય છે.

Related posts

શ્રીલંકા બ્લાસ્ટના કનેક્શન ભારતમાં : બેની અટકાયત

aapnugujarat

રિપિટ થિયેરી : ગુજરાતમાં જુના ચહેરાઓને તક અપાઇ

aapnugujarat

પાંચ દિવસમાં બીજી વાર માઉન્ટ એવરેસ્ટ સર કરીને અંશૂ જામસેન્પાએ ઈતિહાસ સર્જ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1