Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઉત્તર-પૂર્વમાં પુરમાં મૃતાંક ૮૫ ઉપર પહોંચ્યો : ૫૮ જિલ્લાઓમાં પુરની સ્થિતિ સર્જાઈ

દેશના ઉત્તરપૂર્વીય રાજ્યો અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુરમાં પણ પુરની સ્થિતી સર્જાયેલી છે. આ તમામ રાજ્યોના અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ઉત્તરપૂર્વમાં પુર અને ભારે વરસાદ સાથે સંબંધિત બનાવમાં મોતનો આંકડો વધીને ૮૫ ઉપર પહોંચી ગયો છે. આસામ ઉપરાંત જુદા જુદા રાજ્યોમાં પુરની સ્થિતી છે. ઉત્તરપ્રદેશમાં પણ ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં સ્થિતી સારી નથી. ઉત્તરપૂર્વીય પ્રદેશના વિકાસ માટેના પ્રધાન જિતેન્દ્રસિંહે કહ્યુ છેકે નુકસાન ભારે છે. કુલ ૫૮ જિલ્લાને અસર થઇ છે. સાથે સાથે મોતનો આંકડો ૮૫ ઉપર પહોંચી ગયો છે. પુર અને ભેખડો ધસી પડવાના બનાવો બન્યા છે. તામામ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે. .ભારે વરસાદના કારણે દેશના આઠ રાજ્યોમાં હાલ હાલત કફોડી બનેલી છે જે આઠ રાજ્યોમાં હાલત કફોડી બનેલી છે તેમાં આસામ ઉપરાંતઅરૂણાચલ પ્રદેશ, મણિપુર ઉત્તરપ્રદેશનો સમાવેશ થાય છે. આઠ રાજ્યોમાં પુરના કારણે ૫૦ લાખ લોકોને અસર થઇ છે. ઇટાનગરથી પ્રાપ્ત હેવાલ મુજબ અરૂણાચલ પ્રદેશમાં સ્થિતી વધારે સારી નથી. પુર અને ભેખડો ધસી પડવાના કારણે ઇટાનગરનુ સંપર્ક કપાઇ ગયુ છે. મણિપુરના તમામ જિલ્લામાં પણ ભારે વરસાદ બાદ પુરની સ્થિતી પ્રવર્તી રહી છે. સમગ્ર પ્રદેશમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત પુરની સ્થિતીની સમીક્ષા કરવા માટે કેન્દ્રિય પ્રધાન રિજ્જુના નેતૃત્વમાં ટીમ મોકલી દેવામાં આવી છે. મણિપુરને આશરે ૧૩૧ કરોડનુ નુકસાન થઇ ગયુ છે. આ વર્ષે મે મહિનામાં રાજ્યમાં મોરા વાવાઝોડુ ત્રાટક્યા બાદથી સતત નુકસાન થઇ રહ્યુ છે. અરૂણાચલ પ્રદેશમાં મુખ્યપ્રધાન પેમા ખાન્ડુએ ઇટાનગર અને અન્ય વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે લઇ જવાના આદેશ જારી કરવામાં આવ્યા છે.

Related posts

લિવ ઈનમાં રહેતા કપલને જો બાળક થાય તો તે બાળકને પૈતૃક સંપતિમાં હક મળશે : SC

aapnugujarat

कांग्रेस ने प्रधानमंत्री मोदी को दूसरी पारी के लिए दी बधाई, दिखाई खास तैयारी

aapnugujarat

छत्तीसगढ़ के कांकेर में नक्सलियों ने उड़ाया पेट्रोल टैंकर, 3 लोगों की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1