Aapnu Gujarat
ગુજરાત

અમરનાથ આતંકી હુમલામાં ભોગ બનેલા મૃતકના પરિવારને ચેક અપાયો

ગયા સોમવારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગ વિસ્તારમાં અમરનાથ યાત્રાળુઓ પર થયેલા આતંકી હુમલામાં કુલ સાત લોકોના મોત થયા હતા.
આ હુમલાનો ભોગ બનેલા પરિવારજનો માટે સહાનુભૂતિ દાખવી મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ૧૦ લાખની સહાય આપવાની જાહેરાત કરાઇ હતી. જાહેરાતના ત્રીજા જ દિવસે ભાજપના ધારાસભ્યો સહિત કલેકટર દ્વારા સુમીત્રાબેનને પરિવારને સહાયનો ચેક અપાયો હતો.બે જ દિવસમાં રાજ્ય સરકાર દ્વારા સહાયતાનો ચેક તૈયાર કરી દેવાયો છે. જેથી સુરતના સુમિત્રાબેન મોહનભાઈ પટેલને રાજય સરકાર દ્વારા રૂા.૧૦ લાખની સહાયનો ચેક અર્પણ કરાયો હતો. ચેક અર્પણ કરવા માટે ભાજપના અગ્રણીઓ ક્લેક્ટર સહિતના લોકો તેમના નિવાસ સ્થાન શ્રધ્ધા સોસાયટી, જહાંગીરપુરા ખાતે પહોંચ્યા હતાં. ત્યારે મૃતકના પરિવારજનો ચોધારૂ આંસુએ રડતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતાં. ત્યારે કલેક્ટર મહેન્દ્ર પટેલ સહિતનાઓએ આશ્વાસન આપ્યું હતું.

Related posts

શક્તિસિંહ ગોહિલનાં વિવાદાસ્પદ નિવેદનને લઇ કચ્છ-ભુજમાં કોંગ્રેસનો વિરોધ કરાયો

aapnugujarat

ધ્રાંગધ્રા સરકારી હોસ્પીટલમાં વેકસીનેસન માટે લાંબી કતાર

editor

ભાવનગરમા સરકારની ગાઈડલાઈન્સ મુજબ રથયાત્રા યોજાશે

editor

Leave a Comment

UA-96247877-1