Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશમાં જુદા જુદા કારણોસર પ્રથમ ચાર સપ્તાહમાં નવજાત શિશુનાં મોત થાય છે : હેવાલ

દેશમાં નવજાત શિશુના મોતના દરમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવા છતાં હજુ આંકડા ચિંતા ઉપજાવે તેવા રહ્યા છે જેથી આ દિશામાં વધારે પહેલ કરવાની જરૂર છે. નવી નવી તબીબી ટેકનોલોજી અને દવાની શોધના કારણે શિશુ સાથે સંબંધિત અનેક બિમારીનો નિકાલ આવી ગયો હોવા છતાં હજુ પણ વધારે ધ્યાન આપવાની જરૂર દેખાઇ રહી છે. કારણ કે હાલમાં જ જારી કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવમાં આવ્યું છે કે હોસ્પિટલમાં થતા બેક્ટેરિયલ ઇન્ફેક્શનના કારણે ભારતમાં દર વર્ષે જન્મના પ્રથમ ચાર સપ્તાહમાં ૧૯૦૦૦૦ બાળકોના મોત થઇ જાય છે.
અભ્યાસમાં ચોંકાવનારા તારણ સપાટી પર આવ્યા બાદ આરોગ્યને લઈને ભારતમાં નવજાત શિશુના મામલે ગંભીર ચિત્ર સપાટી પર આવ્યું છે. સેન્ટર ફોર ડીસીઝડાયનેમિક્સ ઈકોનોમિક્સ એન્ડ પોલિસી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે આશરે ૧૦ લાખ ભારતીય નવજાત શિશુ દર વર્ષે લાઈફના પ્રથમ ચાર સપ્તાહમાં મૃત્યુ પામે છે. આ મોત પૈકી ૧૯૯૦૦૦ જેટલાં નવજાત શિશુના મોત બેક્ટેરિયલ ઈન્ફેક્શનનાં કારણે થાય છે.
સેપ્સીસ અથવાતો બેક્ટેરિયલ ઈન્ફેક્શન સારવાર થઈ શકે તે પ્રકારનો રોગ છે. નિષ્ણાંતોનું કહેવું છે કે બેક્ટેરિયલ ઈન્ફેક્શન હોસ્પિટલમાં લાગતા ઈન્ફેક્શનનાં કારણે થાય છે. પુખ્ત વયના લોકો દ્વારા ઉપયોગ કરવામાં આવતાં કેટલાંક બાળકોનાં મોત થાય છે. યોગ્ય માર્ગદર્શન નહીં મળવાથી અથવા તો આડેધડ દવાનો ઉપયોગ કરવાથી બાળકોનાં મોત થાય છે. નવજાત શિશુ સામે કામ કરતાં બેક્ટેરિયાને અમે મજબૂત બનાવી દઈએ છીએ. નવજાત શિશુમાં રોગપ્રતિકારક શક્તિ ખૂબ ઓછી રહે છે. આવા બાળકોને ખૂબજ સંભાળની જરૂર પડે છે. એન્ટીબાયોટિક રજીસ્ટન્સ અથવા તો એબીઆર સામે લડવા ઉપયોગી એન્ટીબાયોટિકનો ઉપયોગ વધે તે અતિ જરૂરી છે. ભારતમાં નવજાત શિશુ અને બાળકને જન્મ આપનાર માતાનો દર ઉંચો છે. વિશ્વનાં અન્ય દેશોની સરખામણીએ ભારતમાં આ દર વધુ છે.
બાળકનાં જન્મ વેળા ભારતમાં ઘણી મોટી સંખ્યામાં મહિલાઓનાં મોત થાય છે અને આના માટે મુખ્ય કારણ બેદરકારી છે. પ્રથમ ચાર સપ્તાહમાં ૧૯૦૦૦૦ બાળકોનાં મોતનો આંકડો પણ ઓછો નથી.

Related posts

निर्भया के दोषियों को फासी : HC ने याचिका की ख़ारिज, कहा – सभी को एकसाथ फांसी

aapnugujarat

हमारी पार्टी पूरी मजबूती से बीजेपी के साथ खड़ी हैं : हरसिमरत कौर

aapnugujarat

બાલાકોટ હુમલામાં ઠાર ૨૫૦ આતંકવાદીઓનો આંકડો ખોટો છે : વી.કે. સિંહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1