Aapnu Gujarat
મનોરંજન

અમદાવાદના નીપાસિંહે જીત્યો મિસીસ યુનાઈટેડ નેશન્સ ક્લાસિક ૨૦૧૭નો તાજ

અમદાવાદની મહિલાએ આંતરરાષ્ટ્રીય કક્ષાની બ્યૂટી કોન્ટેસ્ટ જીતી છે. અમદાવાદના નીપાસિંહે જમૈકામાં યોજાયેલા ‘મિસિસ યુનાઈટેડ નેશન્સ બ્યૂટી કોન્ટેસ્ટ’માં મિસીસ યુનાઈટેડ નેશન્સ ક્લાસિક ૨૦૧૭નો તાજ જીતી છે.  આ બ્યૂટી કોન્ટેસ્ટ ૮ જુલાઈના રોજ યોજાઈ હતી. ૪૫ વર્ષની ઉંમરે કોઈ મહિલાએ આ પ્રકારની કોન્ટેસ્ટ જીતી હોય તેવો ભારતનો આ પહેલો કિસ્સો છે.નીપાસિંહ આ અગાઉ ‘મિસિસ ઈન્ડિયા અર્થ સૌંદર્ય સ્પર્ધા’માં ફર્સ્ટ રનરઅપ હતા. ત્યાર બાદ જમૈકામાં યોજાનારી મિસિસ યુનાઈટેડ નેશન્સ બ્યૂટી કોન્ટેસ્ટ માટે ભારતનું પ્રતિનિધિત્વ કરવા ક્વોલિફાય થયા છે.
આ સ્પર્ધામાં ૫૦ દેશની યુવતીઓએ ભાગ લીધો હતો.એકદમ સ્વરૂપવાન એવા નીપાસિંહને જોઈને જરા પણ વિચાર ન આવે કે તેમની ઉંમર ૪૫ વર્ષ હશે અને તેમને ૧૮ વર્ષનો દીકરો હશે. ૧૮ વર્ષના પુત્રની માતા નીપાસિંહ સાબિત કરી આપ્યું છે કે મન હોય તો માળવે જવાય. જ્યાં આપણે ૧૮થી ૨૧ વર્ષની યુવતીઓ જ બ્યૂટી કોન્ટેસ્ટમાં ભાગ લે છે તેવા નિયમો હોય છે ત્યાં ૪૫ વર્ષના નીપાસિંહે આ કોન્ટેસ્ટમાં ન માત્ર ભાગ લઈને, પરંતુ જીતીને બતાવ્યુ છે.કોમ્પિટિશન જીતવી આસાન ન હતી, તકલીફો પણ અનેક આવી
આંતરરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેવા પહોંચવા માટેની લાયકાત પહેલાં તેમને ઘણી તકલીફો વેઠવી પડી હતી. એક વાર તેમના જમણા હાથમાં ફ્રેકચર થતાં ઓપરેશન પણ કરાવવું પડયું હતું. એ કારણે નૃત્યની પ્રેક્ટિસ કરતાં ઘણી મુશ્કેલીઓ પડતી હતી. આ વિશે તેમણે કહ્યું કે, મારા હાથમાં કલેમ્પ્સ સાથે મેં સૌંદર્ય સ્પર્ધામાં જવાની અને જીતવાની તૈયારીઓ કરી હતી. હું આશાવાદી છું અને હું મારી સમસ્યાઓને હરાવવામાં માનું છું. તાજેતરમાં જ દુનિયાએ મધર્સ ડેની ઉજવણી કરી. મારો દરેક માતાઓને સંદેશ છે કે આપણે બધાએ લેટેસ્ટ અભિગમ અને ટેક્નોલોજી સાથે જોડાયેલા રહેવું જોઈએ. સાથે સાથે આપણા અસલી મૂલ્યો અને રૃટસ ભૂલ્યા વગર હૃદયથી હંમેશાં યુવાન રહેવું જોઈએ. આપણા સંતાનો સાથે સખ્ત નાતો રાખી તેમને તેમના સ્વપ્નો સાકાર કરવામાં મદદરૃપ થવું જોઈએ.કોઈ પણ સ્ત્રી કોઈ પણ કામ કોઈ પણ ઉંમરે કરી શકે છે.
નીપાસિંહના પતિ મનીષસિંહ આદિવાસી વિસ્તારોના ઉત્થાન માટે તેમની પ્રાકૃતિક સંપદા તથા હર્બનો સમાજને લાભ મળે તે માટેનું જ્ઞાન વિકસાવવા અભુમકા હર્બલ નામની સંસ્થા ચલાવે છે. નીપાસિંહ આ સંસ્થાના સહસ્થાપિકા છે અને માનદ્‌ ડાયરેક્ટર પણ છે. તેઓ સ્વદેશી જ્ઞાન અભિયાનના રાષ્ટ્રીય મહામંત્રી પણ છે. નીપાસિંહ તેમનો દીકરો સ્કૂલમાં જાય તે સમય ગાળામાં કામ કરતાં રહ્યા છે. બીજી બાજુ ઘર પણ સંભાળે છે.

Related posts

બાયોપિકમાં સંજય દત્તની લાઇફને યોગ્ય રીતે રજૂ કરાશે

aapnugujarat

રાજકારણથી અજાણ પણ દેશભક્તિ લોહીમાં છે : સની દેઓલ

aapnugujarat

गरम मसाला २ के लिए तैयार अक्षय कुमार-जॉन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1