Aapnu Gujarat
મનોરંજન

શ્રદ્ધા કપૂરની હસીના ફિલ્મ ૧૮મી ઓગસ્ટે રિલીઝ થશે

બોલિવુડમાં પોતાને સ્થાપિત કરવામાં સફળ થઇ ચુકેલી અભિનેત્રી શ્રદ્ધા કપુર ઓકે જાનુ બાદ વધુ કેટલીક ફિલ્મમાં કામ કરી રહી છે. જેમાં ફિલ્મ હસીનમાં નજરે પડનાર છે. અપૂર્વ લાખિયા હસીના નામની ક્રાઇમ થ્રીલર ફિલ્મ બનાવી રહ્યા છે. જેમાં તે નજરે પડનાર છે. તેના પતિની ભૂમિકામાં અંકુર ભાટિયા દેખાશે. ફિલ્મ સરબજીતમાં એશના પતિની ભૂમિકા અદા કરી ચુકેલો અંકુર ભાટિયા હવે શ્રદ્ધાના પતિની ભૂમિકામાં દેખાશે. અંકુરને બન્ને ફિલ્મો વાસ્તવિક ઘટના પર આધારિત હાથ લાગી છે. અંકુર કહે છે કે શ્રદ્ધા કપુર સારી અને કુશળ અભિનેત્રી છે. હસીના દાઉદની બહેન હસીના પર આધારિત ફિલ્મ છે. અપૂર્વ લાખિયા સાથે ફિલ્મ મળ્યા બાદ તે ભારે ખુશ છે. હસીના ફિલ્મ ૧૮મી ઓગષ્ટના દિવસે દેશભરમાં રજૂ કરવામાં આવનાર છે. બીજી બાજુ તીન પત્તિ ફિલ્મમાં ફ્લોપ રહ્યા બાદ શ્રદ્ધા ફ્લોપ અભિનેત્રી તરીકે ગણવામાં આવી હતી. પરંતુ ત્યારબાદ તેની આંશિકી-૨ ફિલ્મ વર્ષ ૨૦૧૩માં આવી હતી. જે બોક્સ ઓફિસ પર સુપર હિટ રહી હતી. આ ફિલ્મ બાદ તે રાતોરાત સ્ટાર બની ગઇ હતી. આ ફિલ્મ વર્ષ ૧૯૯૦માં આવેલી રાહુલ રોયની આંશિકી ફિલ્મની સિક્વલ ફિલ્મ હતી. તે ફરહાન અખ્તરની રોક મ્યુઝિકલ ફિલ્મ રોક ઓન-૨ ફિલ્મમાં હાલમાં નજરે પડી હતી. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી. નવી અભિનેત્રીઓની દોડમાં તે પાછળ રહેવા ઇચ્છુક નથી. બોલિવુડમાં સિક્વલ ફિલ્મોમાં શ્રદ્ધા કપુરને વધારે લેવામાં આવી રહી છે. તે સિક્વલ ફિલ્મની ક્વીન તરીકે ઉભીર રહી છે. સૌથી પહેલા તે આશિંકીની સિક્વલ ફિલ્મમાં નજરે પડી હતી. વિતેલા વર્ષોના અભિનેતા અને વિલેન શક્તિ કપુરની પુત્રી કહે છે કે તે કોઇ પણ એક પ્રકારની ફિલ્મો કરવા માંગતી નથી. તે ફિલ્મોમાં પટકથા જોઇને કામ કરીરહી છે. તેનુ કહેવુ છે કે ફિલ્મ પસંદ કરતી વેળા તમામ બાબતો પર હવે ધ્યાન આપી રહી છે.

Related posts

ક્રિશ ફિલ્મના આગામી ભાગ ઉપર કામ શરૂ

aapnugujarat

ગાંગુલીના જીવન પર બનશે ફિલ્મ

editor

ગરમ મસાલા -૨ ફિલ્મમાં અક્ષય અને જહોન ચમકશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1