Aapnu Gujarat
રમતગમત

જર્મનીની ફુટબોલ ટીમમાં દરેક પોઝીશન માટે બે મજબુત ખેલાડી સ્ટેન્ડ પર મૌજુદ

જર્મનીની ટીમે હાલમાં જ કન્ફડરેશન કપ ફુટબોલ ચેમ્પિયનશીપમાં ટ્રોફી જીતીને વિશ્વના તમામ દેશોને ચોંકાવી દીધા છે. જર્મનીની પોતાની સી ટીમ મેદાનમાં ઉતારવામાં આવી હોવા છતાં આ ટીમે ચીલી અને મેક્સિકો જેવી શક્તિશાળી ટીમો સામે જોરદાર રમત રમી હતી. કન્ફડરેશન કપમાં જર્મનીએ કોઇપણ મેચ ગુમાવી ન હતી. પ્રથમ વખત કન્ફડરેશન કપ જીતી લીધા બાદ જર્મની પાસેથી બોધપાઠ લેવા માટે વિશ્વની ટીમો ધ્યાન આપી રહી છે. માત્ર ફુટબોલમાં જ નહીં બલ્કે અન્ય રમતમાં પણ કઈ વ્યૂહરચના અપનાવી જોઇએ તે જર્મની પાસેથી શીખવાના પ્રયાસ થઇ રહ્યા છે. કન્ફડરેશન કપ અને અન્ડર ૨૧ યુરોપિયન ચેમ્પિયનશીપમાં હાલમાં જ તાજ જીતી લીધા બાદ જર્મનીના કોચ જોચીમ લુઇનું કહેવું છે કે, જર્મનીના યુવા ખેલાડીઓ ધરખમ દેખાવ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં વર્લ્ડ ૨૦૧૮માં ડ્રીમ ટીમ કઈ રહેશે તે અંગે હાલમાં કોઇ વાત કરવી મુશ્કેલ રહેશે. કન્ફડરેશન કપમાં જર્મનીની ટીમ તમામ સ્ટાર ખેલાડીઓ નેવુર, જેરોમ, બોટેંગ, મેટ્‌સ હમ્બલ્સ, ટોની ક્રોસ અને શામી ખેડીરા તેમજ સ્ટાર સ્ટ્રાઇકર થોમસ મુલર વગર મેદાનમાંઉતરી હતી છતાં નવી ટીમે તમામ ખેલાડીઓને ચોંકાવી દીધા હતા. કન્ફડરેશન કપમાં ટીમો વોર્નર, લાર્સ સ્ટિન્ડલ જેવા ખેલાડીઓએ રંગ જમાવ્યો હતો અને હરીફ ખેલાડીઓ સામે ગોલ ફટકારીને પોતાની કુશળતા દર્શાવી હતી. હવે ફુટબોલ પંડિતોમાં એવી ગણતરી છે કે, જર્મનીની ટીમમાં કયા ખેલાડીઓની પસંદગી ટોપ ટુર્નામેન્ટમાં કરવામાં આવશે. આ સંદર્ભમાં વાત કરતા જર્મનીના કોચનું કહેવું છે કે, કોઇપણ ખેલાડી માટે જગ્યા નક્કીર કરવામાં આવી નથી. ટીમમાં સર્વશ્રેષ્ઠ ખેલાડીઓને તક આપવામાં આવશે જેમાં યુવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. ૪૦થી વધુ ખેલાડીઓ એવા થઇ ગયા છે જે કોઇપણ સમયે પોતાની ટીમને જીત અપાવી શકે છે. આવી સ્થિતિમાં આમાથી ખેલાડીઓની પસંદગી કરવાની બાબત ખુબ જ મહત્વપૂર્ણ રહેશે. જર્મન ફુટબોલ એસોસિએશનના પ્રમુખનું કહેવું છે કે, વર્ષ ૨૦૧૮માં વર્લ્ડકપને લઇને તૈયારી કરવામાં આવી રહી છે. દરેક પોઝીસન માટે બે ખેલાડીઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આગામી વર્ષોમાં ફિટ અને ફ્રેશ રાખવા માટે તમામ ખેલાડીઓને એક સમાન તક આપવામાં આવનાર છે. યુવા ખેલાડીઓ વધારે ધઆયાન કેન્દ્રિત કરી રહ્યા છે. અન્ડર ૨૧ યુરોપિયન ચેમ્પિયનશીપ જીતી લેવામાં જર્મનીએ હાલમાં જ સફલતા મેળવી હતી. જર્મનીની ટીમે ૨૧ વર્ષની નીચે ટ્રોફી જીતી લીઇને સાબિત આપી છે કે, ફુટબોલમાં તેના ભવિષ્યને લઇને બિલકુલ ચિંતા નથી.
દરેક પોઝીશન માટે ધરખમ ખેલાડીઓ પહેલાથી જ તૈયાર થઇ રહ્યા છે. આવી સ્થિતિમાં સ્ટાર ખેલાડીઓ વચ્ચે પણ સીધી સ્પર્ધા થશે. અન્ડર ૨૧માં જુલિયન, જોનાથન જેવા ખેલાડીઓ હાલમાં જ છવાયેલા રહ્યા હતા.

Related posts

हमेशा भारत को गौरवांवित करने का प्रयास करुंगा : रवींद्र जडेजा

aapnugujarat

બૉલ ટેમ્પરિંગ વિવાદ : ઑસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડને રૂ. ૨૦૦૦ કરોડનો ફટકો પાડશે

aapnugujarat

आस्ट्रेलियन ओपन में प्रतिदिन 30,000 दर्शकों मिलेगी एंट्री

editor

Leave a Comment

UA-96247877-1