Aapnu Gujarat
મનોરંજન

સ્ટુડન્ટ ઓફ ધ યર-૨માં ચંકી પાન્ડેની પુત્રી દેખાશે

કરણ જોહર હવે તેમની સુપરહિટ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ બનાવવા જઇ રહ્યા છે. આ ફિલ્મની તૈયારી કરી લેવામાં આવી છે. આ ફિલ્મમાં કોને કોને લેવામાં આવનાર છે તેના નામ પર વ્યાપક ચર્ચા ચાલી રહી છે. એકબાજુ ફિલ્મમાં સારા અલી ખાન, જાન્વી કપુર અને દિશા પટનીના નામ પર અભિનેત્રીને લઇને ચર્ચા ચાલી રહી છે. બીજી બાજુ ફિલ્મમાં અભિનેતા તરીકે કોણ રહેશે તેને લઇને ચિત્ર સ્પષ્ટ થઇ ગયુ છે. વિતેલા વર્ષોના સુપરસ્ટાર અભિનેતા જેકી શ્રોફના પુત્રની પસંદગી કરવામાં આવ્યા બાદ અન્યોની પસંદગીની પ્રક્રિયા ચાલી રહી છે. ફિલ્મ નિર્માતા દ્વારા પસંદગીની પ્રક્રિયા શરૂ કરી લેવામાં આવી છે. ચંકી પાન્ડેની પુત્રી અન્યાને કેટલીક અન્ય ફિલ્મ પણ હાથ લાગી રહી છે. થોડાક સમય પહેલા એવા હેવાલ પણ આવ્યા હતા કે સલમાન ખાન દ્વારા ચન્કી પાન્ડેની પુત્રીને લોંચ કરવામાં આવનાર છે. પોતાના ગ્રેજુએશનને પૂર્ણ કરવામાં આવ્યા બાદ તે હવે એક્ટિંગના ક્ષેત્રમાં ધ્યાન આપી રહી છે. ડાન્સિંગ ક્લાસ પણ કરી રહી છે. બોલિવુડના સેલિબ્રીટી ફિટનેસ ટ્રેનર યાસ્મીન કરાચીવાલા હેઠળ તે તમામ પ્રકારની ટ્રેનિંગ લઇ રહી છે. અન્ય સ્ટાર બાળકો પણ એન્ટ્રી કરવાની તૈયારીમાં છે. જેમાં સારા અલી ખાન, જાન્વી કપુર અને દિશા પાટનીનો સમાવેશ થાય છે. કરણ જોહરની સિક્વલ ફિલ્મને લઇને છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી હતી.
પ્રથમ ફિલ્મમાં આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલહોત્રા અને વરૂણ ધવનની જોડી ચમકી હતી. હવે નવી ફિલ્મમાં એક અભિનેતા અને બે અભિનેત્રી રહેશે. ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મેળવી ગઇ હતી. જેથી બીજો ભાગ વધુ શાનદાર રીતે બનાવવામાં આવનાર છે.

Related posts

સિદ્ધાર્થ તેમજ જેક્લીન હાલ ફ્લેટની તપાસ કરી રહ્યા છે

aapnugujarat

रितिक रोशन का इनकार, नहीं साइन की ‘सत्ते पे सत्ता’ का रीमेक

aapnugujarat

सारा अली खान, श्रद्धा कपूर और रकुल प्रीत से होगी पूछताछ, NCB भेजेगी समन

editor

Leave a Comment

UA-96247877-1