Aapnu Gujarat
બિઝનેસ

કોરોનાકાળમાં ફાર્મા ઉદ્યોગમાં તેજી

કોરોનાકાળમાં સૌથી વધુ ડિમાન્ડ કોઈ સેક્ટરની વધી હોય તો તે ફાર્મા સેક્ટર છે. કોરોનાકાળમાં ફાર્મા સેક્ટરમાં તેજી જોવા મળી છે. કોવિડના સમયમાં ફાર્મા સેક્ટરની ભૂમિકા પ્રકાશમાં આવી છે. આ કાળમાં ભારતની ભૂમિકા વધુ ચર્ચામાં રહી છે. કારણ કે, ભારત દુનિયાના ૨૦૦ દેશોને દવા પૂરી પાડે છે. એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૦ સુધીમાં ભારતની ફાર્મા સેક્ટરમાં નિકાસ ૧૫ ટકા વધી છે. દુનિયામાં ભારતની દવાની ડિમાન્ડ વધી છે. લોકડાઉનમાં સ્થાનિક સ્તરે નેગેટિવ ગ્રોથ હતો. પરંતુ જૂન મહિના બાદ સ્થાનિક સ્તરે ગ્રોથ વધીને ૯ ટકા સુધી પહોચ્યો છે. આત્મનિર્ભર યોજનાને ફાર્મા સેક્ટરમાં ધાર્યા કરતાં બોહળો પ્રતિસાદ મળ્યો છે. ભારત સરકારે પીએલઆઇ એટલે કે પોડક્ટશન લીન્કેડ ઇન્સેન્ટીવ સ્કીમ લોન્ચ કરી એપીઆઇ પાર્ક બનાવવાની સરકારે યોજના જાહેર કરી છે. જેમાં પ્રથમ તબક્કામાં ૧૦ કરોડ અને બીજા તબક્કામાં ૧૫ હજાર કરોડની સ્કીમ જાહેર કરી છે.ત્રણ એપીઆઇ પાર્કની સામે દેશના આઠ રાજ્યોએ એપીઆઇ પાર્ક સ્થાપવા માટે પહેલ કરી છે. ભારત ૬૮ ટકા એપીઆઇ આયાત કરતુ હતુ, જેમાં મોટાભાગનુ ચીન અને યુરોપથી થતુ હતુ. એપીઆઇ પાર્કમાં પ્રોડક્શન શરુ થતાં ભારતની ૭૦ થી ૮૦ ટકા એપીઆઇની આયાત ઘટી જશે.

Related posts

કુલ ૯.૭૨ લાખ લોકો દ્વારા જમા ૨.૮૯ લાખ કરોડ ચકાસણી હેઠળ

aapnugujarat

જાન્યુઆરીમાં WPI ફુગાવો ઘટી ૨.૮૪ ટકા : ખાદ્યાન્ન વસ્તુ સસ્તી

aapnugujarat

एयरटेल को 15,933 करोड़ रुपए का नुकसान

editor

Leave a Comment

UA-96247877-1