Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચારતાજા સમાચાર

હાફીઝ સઈદનાં સંગઠન પર પાકિસ્તાને પ્રતિબંધ લગાવ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે હાલમાં જ યોજાયેલી બેઠકની અસર દેખાઈ રહી છે. ટ્રમ્પ ઇફેક્ટ વચ્ચે પાકિસ્તાને આખરે ખતરનાક આતંકવાદી હાફીઝ સઇદનો ટેકો ધરાવતા આતંકવાદી સંગઠન ઉપર પ્રતિબંધ મુકી દીધો છે. પાકિસ્તાને તહેરીકે આઝાદી-જમ્મુ કાશમીર સંગઠન ઉપર પ્રતિબંધ મુક્યો છે. આ સંગઠન જમાત ઉદ દાવાના નામથી પણ ચાલે છે. ૨૦૦૮ના મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડના સંગઠન તરીકે તેને ગણવામાં આવે છે. જાન્યુઆરી મહિનામાં પાકિસ્તાને સઇદને નજરકેદ હેઠળ પકડી લીધો હતો જ્યારે જમાત ઉદ દાવાને વોચલિસ્ટમાં મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. તહેરીકે આઝાદી કાશ્મીર દ્વારા છેલ્લા વર્ષોમાં ઘણા હુમલાને અંજામ આપવામાં આવ્યો છે. ભારત અને અમેરિકા વચ્ચે હાલમાં જ સફળ વાતચીત થઇ ચુકી છે. પાકિસ્તાન ઉપર દિન પ્રતિદિન દબાણ વધારવામાં આવી રહ્યું છે. અમેરિકાએ હાલમાં જ કહ્યું હતું કે, જો પાકિસ્તાન કાર્યવાહી નહીં કરે તો ત્રાસવાદીઓ સામે પગલા લેવામાં આવશે. પાકિસ્તાને હાલમાં જ ૫૦૦૦થી વધુ શકમંદ ત્રાસવાદીઓના ખાતાઓ ફ્રીઝ કરી દીધા હતા. ભારત, અફઘાનિસ્તાન અને અમેરિકાના નિષ્ણાતોનું કહેવું છે કે, પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓને શરણ આપવામાં આવી રહી છે. પાકિસ્તાનમાં મોટા આતંકવાદીઓ છુપાયેલા છે. આતંકવાદીઓને તમામ મદદ કરાઈ રહી છે. ૨૦૦૨માં લશ્કરે તોઇબા ઉપર પણ પાકિસ્તાનને પ્રતિબંધ મુકવાની ફરજ પડી હતી. તે વખતે અમેરિકાએ આ સંગઠનને ત્રાસવાદી સંગઠન તરીકે જાહેર કર્યું હતું. તેના સ્થાપક લીડર હાફીઝ સઇદ ઉપર મુખ્ય ધ્યાન ેકન્દ્રીત કરાયું છે. મોદી અને ટ્રમ્પ વચ્ચેની વાતચીત બાદથી એમ માનવામાં આવી રહ્યું હતું કે, પાકિસ્તાન સામે કઠોર કાર્યવાહી કરવામાં આવશે અને પાકિસ્તાને વિશ્વ સમુદાયને ધ્યાન દોરી શકાયતે હેતુસર હાફીઝ સઇદને સમર્થનવાળા ત્રાસવાદી સંગઠન ઉપર પ્રતિબંધ મુક્યો છે.

Related posts

जून के महीने में कश्मीर में ताजा हिमपात, तापमान में गिरावट

aapnugujarat

ભારતમાં ભાંગફોડ માટે તુર્કી સક્રિય, આપી રહ્યું છે ફંડ

editor

धारा 370 पर तिलमिलाए पाक को चीन का भी नहीं मिला सहारा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1