Aapnu Gujarat
ગુજરાત

વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ ,ખેડુતો માટે કાચું સોનું વરસ્યું.

આજે વહેલી સવારથી વિરમગામ શહેર સહિત નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ઘીમીઘારે વરસાદ શરૂ થયો હતો. સવારે ૪ વાગ્યાથી વરસાદ શરૂ થતાં ક્યાંકને ક્યાંક જનજીવનને અસર જોવા મળી હતી. દિવસે વાતાવરણમાં ગરમી અને બફારા વચ્ચે સવારથી વિરમગામ, માંડલ, દેત્રોજ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થતા જ્યારે ખેડુતો માટે કાચું સોનું વરસ્યું હોય તેમ શ્રીકાર વરસાદ નોંઘાયો હતો ત્યારે વરસાદી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
વરસાદના લીઘે વિરમગામ શહેર મા ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા છે.વિરમગામ શહેર ભરવાડી દરવાજા,ગોલવાડી દરવાજા,બસ સ્ટેન્ડ,પરકોટા,અક્ષરનગર સોસાયટી, લાકડીબજાર,ગોળપીઠા સહિતના નીચાણવાળા વિસ્તારોમા પાણી ભરાઇ જવા પામ્યા છે.

રિપોર્ટર :- અમિત હળવદીયા (વિરમગામ)

Related posts

નારણપુરા વિસ્તારમાં બીઆરટીએસની ટક્કરથી કિશોર ઘાયલ થતાં ચકચાર

aapnugujarat

गोमतीपुर में महीने से चल रहा जुए का अड्डा बंद हो गया

aapnugujarat

પ્રમુખ સામે વાંધો પડતા ખારવા કુટુંબને જ્ઞાતિ બહાર મૂકી દેવાયું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1