Aapnu Gujarat
રાષ્ટ્રીય

તેજસ્વી યાદવ અને સત્તા વચ્ચે માત્ર ૧૨ હજાર વૉટનું જ અંતર રહી ગયું..!!

બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે. જેમાં મહાગઠબંધનને પછાડીને એનડીએએ બાજી મારી લીધી હતી. જોકે દિવસભર ચાલેલા ખરાખરીના મુકાબલા બાદ ચિત્ર સ્પષ્ટ થયું હતું. સ્ટ્રાઈક રેટની દ્રષ્ટિએ નજર કરવામાં આવે તો ભાજપનો સ્ટ્રાઈક રેટ ૬૬.૪ ટકા રહ્યો હતો જે ૨૦૧૫ની વિધાનસભા ચૂંટણીમાં માત્ર ૩૩.૮ ટકા રહ્યો હતો.
જ્યારે વામદળોએ ૨૦૧૫ની બિહાર વિધાનસભાની ચૂંટણીમાં માત્ર ૧.૩ ટકા જ સ્ટ્રાઈક રેટ હતો જે આ વખતે જબ્બર રીતે વધીને ૫૫.૨ ટકા થઈ ગયો છે. કોઈ પણ પાર્ટીનો સ્ટ્રાઈક રેટ તેને કેટલા ઉમેદવારો ઉભા રાખ્યા અને તેમાંથી કેટલી બેઠકો હાંસલ કરી તેના પરથી કાઢવામાં આવે છે.
રસપ્રદ વાતે એ રહી હતી કે, લગભગ ૩૦ કલાકથી પણ વધારે ચાલેલી મતગણતરી બાદ ભારે માથાકુટ વચ્ચે એક વાત સામે આવી છે કે, એનડીએ અને મહાગઠબંધન વચ્ચે માત્ર ૧૨,૭૬૮ મતોનું અંતર રહ્યું છે. ૨૦૨૦ની બિહારની ચૂંટણીમાં ૧,૫૭,૦૧,૨૨૬ કરોડ લોકોએ એનડીએ પર પોતાની પસંદગી ઢોળી હતી જ્યારે મહાગઠબંધનના ખાતામાં ૧,૫૬,૮૮,૪૫૮ મત પડ્યાં. જોકે બંને ગઠબંધનો વચ્ચે ૧૫ બેઠકોનું અંતર રહ્યું. એનડીએ ૧૨૫ બેઠકો પર જીત્યું તો મહાગઠબંધન ૧૨૨ના જાદૂઈ આંકડાથી દૂર રહી અને તેને ૧૧૦ બેઠકો મળી. આમ મહાગઠંનનો પનો ૧૨ બેઠકોથી ટુંકો પડ્યો. આવી જ રીતે બિહારના માત્ર ૧૨,૭૬૮ મતદાતાઓએ તેજસ્વીએ યાદવને મુખ્યમંત્રી ના બનવા દીધા.
જેડીયૂ, આરજેડી અને કોંગ્રેસ પાર્ટીની વાત કરવામાં આવે તો આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં આ ત્રણેય પક્ષોનો સ્ટૃઅઈક રેટમાં સારો એવો ઘટાડો નોંધાયો છે. નીતિશ કુમારની પાર્ટી જેડીયૂનો સ્ટ્રાઈક રેટ ૨૦૧૫માં ૭૦.૨ ટકા હતો જે આ વખતે ઘટીને લગભગ અડધો એટલે કે ૩૭.૪ ટકા રહી ગયો છે. જ્યારે જેડીયૂએ ગઈ વખતે ૭૯.૨ ના સ્ટ્રાઈક રેટ સાથે ૮૦ બેઠકો પોતાના નામે કરી હતી જ્યારે આ વખતે ૫૨.૮ ટકા સ્ટ્રાઈક રેટ સાથે તેની સંખ્યા ઘટીને ૭૫ રહી ગઈ છે. કોંગ્રેસની સ્થિતિ સૌથી ખરાબ રહી. ૨૦૧૫ની ચૂંટણીમાં કોંગ્રેસનો સ્ટ્રાઈક રેટ ૬૫.૯ ટકા હતો જે આ વખતે ઘટીને ૨૭.૧ ટકા રહી ગયો હતો.

Related posts

મધ્યપ્રદેશનાં સીધી જિલ્લાનો બનાવ : પ્રેમિકાએ કાપી નાખ્યું બેવફા પ્રેમીનું લિંગ

aapnugujarat

૧૦ મેના દિવસે ઉત્તરપ્રદેશમાં ક્રાન્તિ દિવસ મોટા પાયે મનાવવા નિર્ણય

aapnugujarat

હિંસા કરી રહેલા ડેરા સમર્થકોની પીઠમાં મારવામાં આવી હતી ગોળીઓ, પોસ્ટમોર્ટમમાં થયો ખુલાસો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1