Aapnu Gujarat
રાષ્ટ્રીય

આરજેડીએ નીતીશ કુમાર પર ચૂંટણી પરિણામમાં હેરાફેરી કરવાનો આરોપ લગાવ્યો

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં નીતીશ કુમારનો ૧૨૫ બેઠકો સાથે વિજય થયો છે. જ્યારબાદ રાષ્ટ્રીય જનતા દળે બિહાર ચૂંટણીના પરિણામમાં હેરફેરી કરવાનો આરોપ લગાવ્યો છે. આરજેડીનું કહેવું છે કે ષડયંત્ર તકીને ચાર-પાંચ કલાક સુધી એનડીએ ટેલીને ૧૨૨ અને મહાગઠબંધનને ૯૬-૧૦૦ની વચ્ચે રખાયા હતા.. આટલું રોક્યા પછી પણ જ્યારે મહાગઠબંધન આગળ વધી રહ્યું હતું ત્યારે મુખ્યમંત્રી આવાસથી પરિણામમાં હેરાફેરી કરવા માટે સીધા જિલ્લા અધિકારીઓના ફોન આવવા લાગ્યા. ચૂંટણીનું આયોજન કરનારા તમામ લોકો રાજ્યના અધિકારીઓ જ છે.
આ અગાઉ તેજસ્વી યાદવે પણ ચૂંટણીના પરિણામ આવવામાં સમય લાગી રહ્યો હોવાની વાત પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. આ મામલે ચૂંટણી આયોગે કહ્યું હતું કે તેઓ ક્યારેય કોઈના પણ દબાણમાં આવીને કામ નથી કરતા. કોરોનાની પરિસ્થિતિમાં પરિણામ આવવામાં સમય લાગે તે સ્વાભાવિક છે. મોટા ભાગની બેઠકો પર પરિણામ જાહેર થઈ ચૂક્યા છે. જ્યાં ઉમેદવારોના મતોમાં સામાન્ય ફેરફાર છે ત્યાં ફરીથી ગણતરી કરવી પડતી હોય છે. જ્યારે આ સિવાય અન્ય કેટલાક કારણો સર પણ પરિણામ આવવામાં સમય લાગી શકે છે.
આ ઉપરાંત કોંગ્રેસે પણ બિહાર વિધાનસભા ચૂંટણીની મતગણતરીમાં ગરબડ હોવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાના કહ્યા અનુસાર, કિશનગંજ અને સકરામાં પાર્ટીના ઉમેદવાર જીત્યા છે પરંતુ તેમને જીતનું પ્રમાણપત્ર નથી આપવામાં આવ્યું. આ અગાઉ આરજેડીએ મુખ્યમંત્રી નીતીશ કુમાર પર પરિણામમાં ગેરાફેરી કરવાનો આરોપ પણ લગાવી ચૂકી છે.

Related posts

મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, બસ ખાબકી નહેરમાં

editor

કેસીઆર ખાઓ કમિશન રાવ બની ગયા છે : રાહુલ

aapnugujarat

મોદી સરકારને બોધપાઠ ભણાવવા સ્ટાલિનની ચેતવણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1