Aapnu Gujarat
રાષ્ટ્રીય

ચીન મુદ્દે અમે સરકાર સાથે, કોઈ પણ કુરબાની આપવા તૈયાર : કોંગ્રેસ

ભારત અને ચીન વચ્ચે લદ્દાખ મોરચે ચાલી રહેલા તનાવ પર આજે સંસદમાં થયેલી ચર્ચા દરમિયાન કોંગ્રેસ તરફથી વરિષ્ઠ નેતા ગુલામનબી આઝાદે પોતાનો પક્ષ મુક્યો હતો. તેમણે કહ્યુ હતુ કે, કોંગ્રેસ પાર્ટી ચીનના મુદ્દે સરકાર સાથે છે. દેશની એકતા અને અખંડિતતા માટે સેનાના જવાનો જે કુર્બાની આપી રહ્યા છે તેમની સાથે બરાબરની કુર્બાની આપવા માટે કોંગ્રસે પાર્ટી તૈયાર છે. કોંગ્રેસ તરફથી હું કહેવા માંગુ છું કે, ચીન મુદ્દે અમે સરકારની સાથે જ છે. ચીનના સૈનિકો એપ્રિલ મહિના પહેલા જે પોઝિશનમાં હતા ત્યાં પાછા જતા રહે. આપણો પણ આ જ પ્રયાસ હોવો જોઈએ. આઝાદે કહ્યુ હતુ કે, ભૂતકાળમાં સિયાચીનમાં જવાનો સાથે ભોજન કરવાનો, ફૂટબોલ રમવાનો અવસર મળેલો છે.૩૦ વર્ષ પહેલા હું જુનિયર મિનિસ્ટર હતો ત્યારે ચુશુલમાં બોટિંગ કરવાની પછણ તક મળી હતી. પૈંગોંગ લેકના ફિંગર ૧,૨,૩ જોવાનો પણ મોકો મળેલો છે.હું અને રાજીવ ગાંધી શ્રીનગરથી ચાર દિવસની મુસાફરી કરીને ચુશુલ પહોંચ્યા હતા. બંકરમાં રાત પણ પસાર કરી હતી.

Related posts

૨૦૧૯માં ગુમાવેલી ૧૪૪ બેઠક પર વિજય માટે વ્યૂહ રચના ઘડતા શાહ-નડ્ડા

aapnugujarat

नौकरी बदलने पर खुद ट्रांसफर हो जाएगा पीएफ

aapnugujarat

भागवत को राष्ट्रपति पद का उम्मीदवार बनाने अमित शाह का इनकार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1