Aapnu Gujarat
બિઝનેસ

જીડીપીમાં ૨૬% જેટલો થશે ઘટાડો

દેશના ટોચના અર્થશાસ્ત્રીઓએ એવી શંકા વ્યક્ત કરી હતી કે કોરોનાના પગલે લદાયેલા સંપૂર્ણ લૉકડાઉનના પગલે ચાલુ નાણાંકીય વર્ષમાં જીડીપીમાં ૨૬ ટકા જેટલો ઘટાડો થઇ શકે છે. ઘટી રહેલા જીડીપીને સરભર કરવા સરકારે કડક પગલાં લેવા પડશે. અર્થતંત્રમાં તેજી લાવવા સરકારે વોટના રાજકારણને વચ્ચે લાવ્યા વિના આકરાં પગલાં લેવા જ પડશે.
નોમુરા, ઇંડિયા રેટિંગ્સ, એસબીઆઇનો રિસર્ચ વિભાગ, ડીબીએસ બેંક, આઇડીએફસી ફર્સ્ટ બેંક, બાર્કલેઝ, એચડીએફસી બેંક, કેર રેટિંગ્સ, આઇસીઆરએ, એનસીએઇઆર જેવી ડઝનબંધ આર્થિક સંસ્થાઓએ કરેલા સર્વે સાથે સંકળાયેલા ટોચના અર્થશાસ્ત્રીઓ એવા મતના છે કે અર્થતંત્રને વેગવાન બનાવવા સરકારે આમ આદમીને નારાજ કરે એવાં કડક પલગાં લીધે છૂટકો છે. કોરોના અને સંપૂર્ણ લ઼ૉકડાઉને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટને જબરદસ્ત નુકસાન કર્યું હતું. એને લઇને અર્થતંત્ર પણ કમજોર થયું હતું. આ નાણાંકીય વર્ષમાં જીડીપી ૨૬ ટકા જેટલો ઘટી શકે છે.
સામાન્ય રીતે કોઇ પણ સરકાર આમ આદમી અને મતદારો નારાજ થાય એવાં પગલાં લેતા પહેલાં સો વાર વિચાર કરતી હોય છે. હાલ બિહારની અને ત્યારબાદ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ તોળાઇ રહી છે.સાથોસાથ કોરોના વાઇરસ હજુ પણ દેશનાં કેટલાંક રાજ્યોમાં કાળો કેર વર્તાવી રહ્યા છે. એવા સમયે અર્થતંત્રને બેઠું કરવાનું કામ એક બહુ મોટા પડકાર જેવું છે એ હકીકત અર્થશાસ્ત્રીઓ પણ સમજે છે. પરંતુ તેમનો સામૂહિક અભિપ્રાય એવો હતો કે સરકારે આકરાં પગલાં લેવાંજ પડશે. એ સિવાય અર્થતંત્રને બેઠું નહીં કરી શકાય.
હાલ એક તરફ કોરોના વાઇરસ છે તો બીજી તરફ વાઇરસના પગલે પોતપોતાનાં વતનમાં પાછાં ફરી ગયેલા શ્રમિકોને લીધે ઔદ્યોગિક એકમો એકસો ટકા ઉત્પાદન કરી શકતા નથી. વેપાર ઉદ્યોગ ઠંડા પડી ગયેલા છે. એ સંજોગોમાં જીડીપી ઘટી શકે છે.

Related posts

બજેટ ઘોષણા : સબસિડી બોજ ૧૨ ટકા સુધી વધશે

aapnugujarat

ચાઇનાની એપ્સ તમારા સ્માર્ટફોનનો ડેટા વિદેશી કંપનીઓને મોકલી રહી છે : રિપોર્ટ

aapnugujarat

जीएसटी लॉन्च करने तैयार है केन्द्र की मोदी सरकार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1