Aapnu Gujarat
ગુજરાત

મેઘરાજા હાથતાળી આપી ગાયબ થઇ જતા કિસાનોની કફોડી હાલત

પૂર્વ પટ્ટી વિસ્તારમાં ૧૫ દિવસ પહેલા મેઘા ની પધરામણી થઇ હોઇ, ત્યારબાદ મેઘરાજા હાથતાળી આપી ગાયબ થઇ જતા કેટલાક કિસાનોના ખેતરોમાં બિયારણ બળી જવા પામ્યા છે, ત્યારે કેટલાક કિશાનો નીંદામણ કરી ખેતરો તૈયાર કરી આકાશ તરફ મીટ માંડી મેઘરાજાની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ પૂર્વપટ્ટી વિસ્તારમાં ૧૫ દિવસ પહેલાં મેઘરાજાએ પોતાનું ટ્રેલર બતાવી દેતા લોકોને આશા બંધાઇ હોય કે આ વર્ષનું ચોમાસું ખૂબ સારું રહેશે તેથી ખેતરો સાફ કરી,ખેતરો ખેડી,બિયારણોની વાવણી કરી દેવામાં આવી હતી. પરંતુ મેઘરાજાએ લાંબો વિરામ પાડી દેતા બાફ-ગરમી યુક્ત વાતાવરણના કારણે બિયારણો બફાઇને બળીને ખાખ થઇ ગયા છે જેના કારણે કિસાનોને રાતા પાણીથી રોવાનો વારો આવ્યો છે. જ્યારે કેટલાક કિસાનો પોતાના ખેતરોમાં ખેડી નીંદામણ કરી આકાશ તરફ મીટ માંડી કાગડોળે પાણીની રાહ જોઇ રહ્યા છે તેમજ કેટલાક કિસાનો આર્થિક રીતે થોડા સધ્ધર હોય પોતાના ખેતરમાં કુવા હોય તેવા કિશાનો કૂવામાંથી પાણી લઇ ટપક સિંચાઇ પદ્ધતિથી મૃત પ્રાય તરફ જઇ રહેલી ખેતીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.સામાન્ય રીતે પૂર્વ પટ્ટી વિસ્તારમાં વરસાદી પાણીના આધારિત ખેતી વધુ પ્રમાણમાં થતી હોઇ, પંદર દિવસ પહેલા મેઘાની પધરામણી થઇ જતા કિસાનો ખુશખુશાલ થઇ જઇ બમણા જોશ અને જોમથી ખેતી કામમાં લાગી ગયા હતા કિસાનોએ પોતાના ખેતરો ખેડી બિયારણની વાવણી કરી દીધી હતી પરંતુ ટ્રેલર બતાવ્યા બાદ મેઘરાજા પુનઃ પધરામણી ન કરતા ધરતીપુત્રોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. હજુ થોડી ઘણી ખેતી બચી હોય કુદરત ચાર પાંચ દિવસમાં મહેરબાન થઇ મેઘાની પધરામણી કરાવી દે તો મરવાના આરે જીવી રહેલો પાક પુનર્જીવિત થઇ શકે તેમ છે . કપાસના નાના નાના છોડ થયા હોય પરંતુ પાણી ખૂબ ઉંડુ જતું રહ્યું હોવાના કારણે તેમજ ગરમીના કારણે આ છોડો મુરઝાવા તરફ જઈ રહ્યા છે ત્યારે કુદરત પોતાની મહેર કરી મનમુકી મેઘો વરસાદ કરે તો કિસાનોના જીવમાં જીવ આવે તેવી પરિસ્થિતિ છે જેથી ધરતીપુત્રો આકાશ તરફ મીટ માંડી કાગ ડોળે વરસાદના પાણીની રાહ જોઇ રહ્યા છે. આમ, પૂર્વ પટ્ટી વિસ્તારમાં પંદર દિવસથી મેઘરાજાની પુનઃ પધરામણી ન થતાં કેટલાક કિસાનોનું બિયારણ બળી ગયું છે જ્યારે કેટલાક કિસાનોનું બિયારણ બળવાના આરે છે. બસ હવે મેઘાની મહેરની રાહ કાગ ડોળે જોવાઇ રહી છે.
પાવીજેતપુરના ચલામલી ગામે એક કિસાન પોતાના ખેતરમાં મરી રહેલા કેળના પાકને બચાવવા માટે ટપક સિંચાઇ પદ્ધતિનો ઉપયોગ તેમજ ખેતરમાં નિંદામણ કરી રહ્યાં છે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

પોલીસના પ્રશ્નોને લઇ ૨જીએ જીએમડીસી ગ્રાઉન્ડ પર બેઠક

aapnugujarat

पानी बरबाद नहीं करने के लिए आनंदीबहन का अनुरोध

aapnugujarat

गुजरात में साल २०१७ में कस्टडी के दौरान ५५ मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1