Aapnu Gujarat
શિક્ષણ

MHRD-AICTE દ્વારા SVIT ને ૨૨ લાખથી પણ વધુની ગ્રાન્ટ ફાળવવામાં આવી

MHRD મંત્રાલયના નેજા હેઠળ આવતી AICTE દ્વારા દેશમાં ચાલતી એન્જિનિયરિંગ કોલેજો અને યુનિવર્સિટીઓ ને તેમની લેબોરેટરી ને અપગ્રેડ કરવાના હેતુથી Modernization and Removal of Obsolescence Rural Scheme (MODROB-Rural) સ્કીમ ચલાવવામાં આવી રહી છે જે અંતર્ગત કોલેજ તરફથી પ્રપોઝલ રિપોર્ટ તૈયાર કરીને મોકલવામાં આવે છે અને પ્રપોઝલ પ્રોજેક્ટ પસંદ થાય તો તેમને તેના માટે આર્થિક સહાય આપવામાં આવે છે.

MODROB – Rural સ્કીમ અંતર્ગત દેશભરમાંથી ઘણી અરજીઓ આવતી હોય છે તેમાં SVIT માંથી મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર ડૉ.ડી.એસ. શાહ નો પ્રપોઝલ “Facility development for dynamic balancing using horizontal balancing machine” પસંદગી કરવામાં આવી છે અને રૂપિયા ૧૫ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. તથા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગના વડા પ્રોફેસર ડૉ. ચેતન. કોતવાલ નો પ્રપોઝલ ” Upgradation of Power System Protection Lab” માટે રૂપિયા ૭૦૧૯૬૭/- ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

આમ કુલ ૨૨ લાખથી પણ વધુની ગ્રાન્ટ એસ.વી.આઈ.ટી.માટે ફાળવવામાં આવી છે.

એસ.વી.આઇ.ટી. ના આચાર્ય પ્રોફેસર ડૉ.એસ.ડી.ટોલીવાલ નું કહેવું છે કે AICTE દ્વારા ચલાવવામાં આવતી આ એક ખૂબ સુંદર યોજના છે. આનાથી સંસ્થાની પ્રયોગશાળા અદ્યતન થશે જેનો લાભ ફેકલ્ટી, બી.ઈ., એમ.ઈ. અને પી.એચ.ડી ના વિદ્યાર્થીઓ ને સંશોધનમાં તો થશેજ એની સાથે-સાથે R&D દ્વારા નંદેસરી અને વિઠ્ઠલ ઉદ્યોગનગર ઉપરાંત આજુબાજુના ઔદ્યોગિક ક્ષેત્રને પણ લાભ મળશે. ખરા અર્થમાં કહીએ તો મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત તરફ એક મોટું કદમ છે.

MODROB-Rural સ્કીમ અંતર્ગત પ્રોજેક્ટની પસંદગી અને ગ્રાન્ટ પ્રાપ્ત કરવા બદલ એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષ શ્રી ભાસ્કરભાઈ પટેલ,સેક્રેટરી શ્રી ભાવેશભાઇ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી દિપકભાઈ પટેલ, આચાર્ય ડૉ. એસ. ડી. ટોલીવાલ અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી બન્ને પ્રોફેસરો ને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Related posts

શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલની N.S.S.શિબિર વાઘવા ગામે યોજાઈ

aapnugujarat

कक्षा-१०-१२ की परीक्षा फोर्म भरने की अवधि बढ़ सकती है

aapnugujarat

ડીપીએસ ઈસ્ટ દ્વારા ‘ગ્રીનેથોન’નું આયોજન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1