Aapnu Gujarat
ગુજરાત

બોડેલીના તમામ દરદીઓ સાજા થઇ કોરોના ને માત આપી. હવે બોડેલી નો એક પણ કેસ નથી.

બોડેલી..

આજે બોડેલી ના ત્રણ દરદીઓ સાજા થતા એમને ડીસચાર્જ કરવામાં આયા.
હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતિક એવા બોડેલી નગરમાં કોરોના ના નોંધાયેલા છ કેસ પૈકી આજ બધા દર્દીઓ સાજા થઇ ઘરે પરત આવી ગયા.

બોડેલીના દર્દીઓ સાજા થઈ ઘરે પહોંચ્યા છેલ્લા દર્દીને પણ રજા આપી દેવામાં આવી જે વડોદરામાં દાખલ હતા જેમને લઇને એમ્બ્યુલન્સ આવી પોહચી હતી તેમના નિવાસસ્થાને લોકોએ સ્વાગત કર્યુ.

જિલ્લાના બોડેલી ખાતે કોરોના ના છ કેસ પોઝિટિવ નોંધાયા હતા જેમાંથી સૌપ્રથમ ૬૦ વર્ષના વૃદ્ધ સાજા થઈને પરત ફર્યા હતા તે પછી તેઓને બે વર્ષની પૌત્રી આયશા અને મોહસીન ખત્રી કોરોનાને મ્હાત આપી હેમખેમ ઘરે પરત ફર્યા હતા અને હવે એવી જ રીતે ગત ૧૪મી એપ્રિલના રોજ કોરોના ના પોઝિટિવ રિપોર્ટ આવેલા બોડેલીના એહમદભાઈ ખત્રી અને તેમના પત્ની છોટાઉદેપુર ખાતે ની જનરલ હોસ્પિટલમાં ૧૪ દિવસની કોરોનાની સારવાર લઇ કોરોના ને મ્હાત આપી બપોરના અરસામાં બોડેલી ખાતે તેમના ઘરે પરત ફરતા પરિવારજનો માં અને સમગ્ર બોડેલીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. એહમદભાઈ અને તેમના પત્ની આજે તેમના સ્વગૃહે પરત ફર્યા ત્યારે તેમના પરીવારજનોમાં તેઓ ઘરે પરત ફર્યા એનો આનંદ હતો બીજી તરફ બંને જણને તેમની માતાના અંતિમ દર્શન ના થયા તેનો રંજ રહી જતા ગમગીની નાં દ્રશ્યો પણ સર્જાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત ૧૪મી એપ્રિલના રોજ ઉપરોક્ત એહમદભાઈ અને તેમના પત્નીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો તે જ દિવસે તેમની માતા જન્નત નશીન થયા હોય તેમની દફનવિધિમાં હાજર રહી શકાયું ન હોય તેઓને તેનો રંજ રહી ગયો.
બોડેલીના દર્દીઓ સાજા થઈ ઘરે પહોંચ્યા બોડેલીના છેલ્લા દર્દીને પણ રજા આપી દેવામાં આવી જેમને લઇને એમ્બ્યુલન્સ આવી પોહચી હતી તેમના નિવાસસ્થાને લોકો એ સ્વાગત કર્યુ હતુ.

ઇમરાન સિંધી..પાવીજેતપુર

Related posts

ધ્રાંગધ્રાના રણ કાંઠા વિસ્તારમા રસીકરણ મહાઅભિયાન હાથ ધરાયુ

editor

स्क्रीनींग कमिटी की बैठक को लेकर कांग्रेस के नेता दिल्ली में

aapnugujarat

ચોપડા ગામના કિર્તી પટેલ ફુલોની ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા

editor

Leave a Comment

UA-96247877-1