Aapnu Gujarat
ગુજરાત

પાવીજેતપુર તાલુકાના કંડા ગામે શોર્ટ સર્કિટથી આગ લાગતા એક મકાન ઘરવખરી સહિત બળીને ખાખ

       પાવીજેતપુર તાલુકાના  કંડા ગામે એક કાચા મકાનમાં એકાએક શોર્ટ સર્કિટથી આગ લાગતાં ઘરવખરી સહિત બળીને ખાક થઇ ગયું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના કંડા ગામે રહેતા લિમજીભાઇ નૂરલિયાભાઈ રાઠવા ના કાચા મકાનમાં શોર્ટસર્કિટથી આગ લાગતા આખું મકાન બળીને ખાખ થઇ ગયું હતું. સદ નસીબે કોઇ પણ પ્રકારની જાનહાની થવા પામી ન હતી.
પાવીજેતપુર તાલુકાના કંડા ગામે લીંમજીભાઈ રાઠવાના મકાનમાં એકાએક આગ લાગતા ધુમાડા ચાલુ થઈ જતા, ફળીયાના રહીશો દોડી આવ્યા હતા. તાત્કાલિક આજુબાજુ ના રાહીશો દ્વારા પાણી ચાલુ કરી દેતા મહામુસીબતે આગ ઉપર કાબુ મેળવી શકાયો હતો. પાવીજેતપુર થી બમ્બો ત્યાં પહોંચે તે પહેલા આગ પર કાબુ લઇ લેવાયો હતો. આગ ઉપર કાબુ મેળવી લેવાતા આજુબાજુમાં વધુ નુકસાન થતું અટક્યું હતું . આગ ઉપર કાબુ તો મેળવ્યો હતો પરંતુ લીંજીભાઈની ઘરવખરી, પાટડીઓ, સરા, નળિયાં બળીને ખાખ થઇ ગયા હતા જેનાથી ખીમજીભાઈ રાઠવાને મોટુ નુકશાન થવા પામ્યું છે. આગના સમાચાર મળતા પાવીજેતપુર ના મામલતદાર જાતે સ્થળ તપાસ માટે કંડા પહોંચ્યા હતા.
આમ પાવીજેતપુર તાલુકાના કંડા ગામે કાચા મકાનમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ ગઇ હતી. તેમજ મકાનની અંદર થી બહાર નીકળી જવાના કારણે કોઇ જાનહાની થવા પામી નથી.

ન્યૂજ઼ રિપોર્ટ..
ઇમરાન સિંધી..પાવીજેતપુર

Related posts

આધુનિક સુવિધાયુકત ૧૧ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર હશે : પેરામેડિકલ સભામાં મેયર ગૌતમ શાહની જાહેરાત

aapnugujarat

ટ્રાફિક પોલીસ વાહનચાલકો પાસેથી સ્થળેથી દંડ લેશે નહીં

aapnugujarat

पीएम मोदी ने देश के पहले ‘सी-प्लेन सेवा’ का किया उद्घाटन, केवड़िया से साबरमती के लिए भरी उड़ान

editor

Leave a Comment

UA-96247877-1