Aapnu Gujarat
ગુજરાત

બોડેલીના વેપારી પુત્રના અપહરણકાંડમાં સૂત્રધાર ઝડપાયો

બોડેલીમાં યુવકનાં અપહરણ બાદ ખંડણી માંગવાની ચકચારી ઘટનામાં પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય સૂત્રધાર રવિ આહીરને સુરતથી ઝડપી પાડયો છે. અપહરણની પાછળ ખરેખર શું કારણ છે છે ? તે બાબતે અનેક સવાલોની ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. જોકે, હજી અન્ય સાથીદારો પૈકીના બોડેલીના જ એક યુવાનની પૂછપરછ ચાલી રહી છે જ્યારે અન્યની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.
બોડેલીની જમના પાર્ક સોસાયટીમાં રહેતા વેપારી નારણભાઈ મિસ્ત્રીના નાના દીકરા દીપકનું તારીખ ૧૪મીએ સાંજે તેના મિત્ર રવિ આહિર દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. રવિ આહિરે દીપકને મને તારું કામ છે તો ચંદ્ર જ્યોતિ સોસાયટી રોડ પર આવ તેમ કહીને બોલાવ્યો હતો. દીપક તેની સાથે અન્ય એક મિત્ર રોહિત રાજુભાઈ સુથારને લઇને ગયો હતો. રવિ આહીરે રોહિતને તેના ઘેર પરત મોકલી દીધો હતો. બાદમાં દીપકને લઇને રવિ આહિર નીકળી ગયો હતો.
રવિ આહીર દીપકને મોડાસર ચોકડીથી આગળ વણીયાદ્રી કેનાલના પુલ પાસે લઈ ગયો હતો જ્યાં મોટરસાયકલ પર બે છોકરાઓ તેમની સાથે જોડાયા હતા જે બંને સાથે રવિ આહિરે કંઈક વાતચીત કરી હતી. ત્રણેય ભેગા મળીને દીપકને તેનાથી આગળ કોસીન્દ્રા તરફના રોડની બાજુ ડાબી બાજુ કાચા રસ્તા ઉપર લઇ ગયા હતા જ્યાં મોટર સાયકલવાળા બંને યુવકોએ બાઈક ઉભુ રાખી એ ત્રણેય યુવકોએ ભેગા મળી દીપકને તેના વેસ્પા સ્કૂટર પરથી નીચે પાડી દીધો હતો અને તેને મોંઢા પર સેલોટેપ મારી બંને હાથને રૂમાલથી બાંધી દીધા હતા. ત્રણેયે ભેગા મળી દીપકને માથામાં તથા હાથના ભાગે પથ્થર વડે માર મારીને રિવોલ્વરની ગોળી મારીને મારી નાંખવાની ધમકી આપી હતી. બાદમાં તેના પિતાને ફોન કરીને એક કરોડની ખંડણી માંગી તેમની ઇનોવા કાર મંગાવી લીધી હતી.
નારણભાઇ ઘરમાં જેટલા હતા તેટલી રોકડ રકમ તથા ઇનોવા કાર અપહરણકારોને આપીને આપ્યા હતા. અપહરણકારોએ વણીયાદ્રી ગામ પાસેની નર્મદા કેનાલ પાસે આપીને પરત ફર્યા હતા. અપહરણકારોએ દીપકને બાજુમાંથી પસાર થતા એક કાચા રસ્તા પર બેસાડી દઇ ફરાર થઇ ગયા હતા. ઈનોવા કારમાં દીપકને લઇને કોસીન્દ્રા ગામ પાસે લોહીલુહાણ હાલતમાં છોડી દીધો હતો. કારને પણ બિનવારસી હાલતમાં છોડીને તેઓ ફરાર થઇ ગયા હતા.
ડીવાયએસપી ચાવડાના જણાવ્યા અનુસાર મૂખ્ય સૂત્રધાર રવિ આહિરની ધરપકડ કરી છે. અન્ય બે સાગરીતો પૈકી એક સ્થાનિક યુવકને લાવીને શંકાનાં આધારે પૂછતાછ કરી રહ્યા છે.
અપહરણનો માસ્ટર માઈન્ડ રવિ આહિરે રૂપિયા માટે જ દીપક મિસ્ત્રીને મિત્ર બનાવ્યો હતો. ૧૪મીની સાંજે પ્લાન મુજબ હાલોલ રોડ પર ચંદ્ર જ્યોતિ સોસાયટી પાસે દિપકને બોલાવ્યો હતો ત્યારે તેની સાથે ગયેલા રોહિતને જબરજસ્તીથી નીચે ઉતારી દઈને કોસિન્દ્રા રોડ પર લઈ ગયો હતો.અપહરણને અંજામ આપવા માટે મદદરૂપ બે સાગરીતોને બાઈક લઈને વણીયાદ્રી કેનાલ પર ઉભા કરી દીધા હતા.
દીપકને લઈ જવા માટે એક કરોડ રૂપિયા માંગ્યા હોય પિતા નારણભાઈ ઇનોવા કારમાં બે લાખ રૂપિયાથી વધુ રકમ અને તલવાર જેવુ હથિયાર અને એક મિત્ર સાથે લઈ ગયા હતા. રવિ આહિરને ખબર પડતાં અન્ય મિત્રને તલવાર સાથે નારણભાઈએ ઢોકલીયા ચોકડી નજીક ઉતારી દીધો હતો.
કાર અને બે લાખથી વધુ રૂપિયા આપવા છતાં મિત્ર દીપકને માથામાં ગંભીર ઈજાઓ કરી મોંઢામાં અને છાતીનાં ભાગે લાતો મારીને લોહી લુહાણ કર્યો હતોે તેથી પિતા નારણભાઈને પણ લાગ્યું કે રૂપિયા માટે જો અપહરણ કર્યું તો પછી મિત્ર બનીને મરણતોલ માર કેમ માયો ? દિપકને માથામાં ૧૭ જેટલા ટાંકા આવ્યા છે. વડોદરા દવાખાને તે સારવાર હેઠળ છે. બનાવને લઈને બોડેલી પોલીસે ફોરેન્સિક તપાસ અને ડોગ સ્ક્વોડની પણ મદદ લઈને તપાસમાં આગળ વધી રહી છે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી)

Related posts

पानी के रास्ते आतंकियों की घुसपैठ का इनपुट मिला हैं

aapnugujarat

ઓઢવ ચિલ્ડ્રન હોમમાંથી ફરાર સગીરાઓને પરત લવાઇ

aapnugujarat

औडा इलाके में आते रिंग रोड पर थ्री-फोर व्हीलर वाहन पर टोल टैक्स रद्द हुआ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1