Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

આતંકવાદનું સમર્થન કરનારા દેશોએ આકરી કિંમત ચૂકવવી પડશેઃ સંયુક્ત રાષ્ટ્રપ્રમુખ

સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખ એન્તોનિયો ગુતારેસે ચેતવણી ઉચ્ચારતાં જણાવ્યું છે કે, વિશ્વમાં જે પણ દેશ આતંકવાદનું સમર્થન કરશે તેણે આકરી કિંમત ચૂકવવા તૈયાર રહેવું પડશે.
આતંકવાદ સાથે સંયુક્ત રીતે લડવા માટે અને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સહયોગ વધારવા ગુતારેસે મધ્યસ્થતા કાર્યાલયની પણ જોરદાર રજૂઆત કરી છે.
સંયુક્ત રાષ્ટ્રમહાસચિવ એન્તોનિયો ગુતરેઝ કાબુલ પહોંચ્યાં હતાં જ્યાં તેમણે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફગની અને અફઘાનિસ્તાનના મુખ્ય કાર્યકારી અધિકારી અબ્દુલ્લાહ અબ્દુલ્લા સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી.
ગુતારેસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, કઝાકિસ્તાનની રાજધાનીમાં યોજાયેલી સમિટ દરમિયાન તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી.
આ મુલાકાત દરમિયાન તેમનો ઉદ્દેશ્ય પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સહયોગ વધારવાનો હતો જેથી આતંકવાદ સામે પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સંયુક્ત રીતે લડત ચલાવી શકે.
વધુમાં ગુતરેઝે કહ્યું કે, ફક્ત અફઘાનિસ્તાન અને પાકિસ્તાન માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે પણ એ જરુરી છે કે, આતંકવાદ સામે એકસાથે મળીને લડત ચલાવવામાં આવે. હાલમાં વિશ્વ ઘણા ભયાવહ આતંકી હુમલાઓનું સાક્ષી રહ્યું છે જેને યોગ્ય સમયે યોગ્ય જવાબ નહીં આપવામાં આવે તો આતંકવાદની આ વૈશ્વિક સમસ્યા વધુ વિકટરુપ ધારણ કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે દુનિયામાં જે રીતે આતંકવાદ વધી રહ્યો છે તે જોતાં આવનારા દિવસોમાં આઈએસ અને લશ્કરે તોયબા જેવા ખતરનાક આતંકવાદી સંગઠનો સમગ્ર માનવજાત માટે ખતરો બનશે.

Related posts

ઇન્ડોનેશિયા ભૂકંપ : મોતનો આંકડો વધી ૧૫૦ થયો

aapnugujarat

ત્રાસવાદી અને કટ્ટરપંથીઓ વિશ્વ માટે ખતરારૂપ છે : શિયોલ શાંતિ પુરસ્કાર મેળવતી વેળા પાકિસ્તાન પર પ્રહાર

aapnugujarat

વિશ્વમાં ધાર્મિક સ્થળ છે આતંકીઓનો સોફ્ટ ટાર્ગેટઃ ત્રણ મહિનામાં ૩ મોટા હુમલા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1