Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં કુલ ૯૭૭૮ દારૂની પરમિટ આપવામાં આવી

દારુબંધીના કડક કાયદાના અમલીકરણ બાદ દારૂ પીવાના શોખીનો નશાબંધી વિભાગ પાસેથી દારૂની પરમિટ લેવા માટે દોટ મૂકી છે. કડક કાયદાના અમલીકરણ પહેલાં નશાબંધી વિભાગમાં દર મહિને ૬૦ થી ૭૦ દારૂની પરમિટ માટે અરજી કરવામાં આવતી હતી. જોકે કડક કાયદો આવતાં પરમિટ લેવા માટે બમણો વધારો થયો છે. છેલ્લા એક માસમાં નશાબંધી વિભાગ દ્વારા ૨૦૫ દારૂ પીવાની પરમિટ આપવામાં આવી છે. દારૂ પીવાના શોખીનોમાં માત્ર પુરુષો જ નહી પરંતુ મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
શહેરમાં કુલ ૩૦૮ મહિલાઓ દારૂની પરમિટ ધરાવે છે.ગુજરાતમાં દારૂ પીવા માટે નશાબંધી વિભાગની મંજૂરી લેવી પડતી હોય છે. ૪૦ વર્ષથી ઉપરની વયના લોકો પરમિટ માટે અરજી કરી શકે છે. ઉલ્લેખનીય છેકે અમદાવાદમાં અત્યાર સુધી કુલ ૯૭૭૮ દારૂની પરમિટ આપવામાં આવી છે જેમાં ૩૦૮ મહિલાનો સમાવેશ થાય છે.
ડિસેમ્બરમાં દારૂબંધીનો કડક કાયદાના અમલ બાદ દારૂની પરમિટ માટેની અરજી બમણાથી વધી છે. દારૂની પરમિટ માટે દર મહિને ૧૫૫ થી ૧૭૦ અરજીઓ આવે છે. દારૂબંધીના કડક કાયદાના અમલીકરણ બાદ ૫૧૨ દારૂની પરમિટ માટે અરજીઓ આવી છે. છેલ્લા ત્રણ મહિનાથી દારૂની પરમિટ લેવા માટે અરજી નશાબંધી વિભાગમાં સ્વીકારમાં આવતી નથી. ગત વર્ષે માત્ર એકજ વ્યકિતની દારૂની પરમિટ રદ કરવામાં આવી હતી.નશાબંધી વિભાગના સૂત્રોનાં જણાવ્યા અનુસાર દારૂની પરમિટ નહીં આપવા માટે ઉપરથી આદેશ કરવાં આવ્યો છે. તો બીજી તરફ દારૂની પરમિટ માટે જરૂરી ફોર્મ પૂરાં થઇ ગયાં હોવાથી પણ દારૂની પરમિટ આપવાનું બંધ કર્યું હોવાની જાણવા મળ્યું છે.લિકર પરમિટ ૪૦ વર્ષ બાદ બીપી, માનસિક તણાવ, હૃદયની સમસ્યા વગેરેમાં સિવિલ સર્જન ભલામણ કરે તો દારૂની પરમિટ અપાય છે. દારૂની પરમિટ એકથી પાંચ યુનિટની આપવામાં આવે છે. એક યુનિટ એટલે એક બોટલ ગણાય છે. એક યુનિટના વિકલ્પે ૧૦ બિયરની કાચની બોટલ અથવા ૧૩ બિયરનાં ટીન પરમિટધારક ખરીદી શકે છે.

Related posts

शाहआलम से खोडियारनगर तक दस बड़े गड्ढे होने पर तुरंत रिपेरिंग करने विपक्ष की द्वारा मांग

aapnugujarat

અમદાવાદની પોળોમાં ધાબાનું ૨૫ હજાર સુધીનું ભાડુ થયું

aapnugujarat

गुजरात के ८ बड़े शहरी इलाकों में बीजेपी मजबूत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1