Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠા જિલ્લામાં પાંચમા તબક્કાના સેવાસેતુનો પ્રારંભ કરાયો

સામાન્ય નાગરિકોના પ્રશ્નોના ત્વરિત નિરકારણ માટે પ્રતિબધ્ધ રાજય સરકાર દ્વારા સેવા સેતુના પાંચમા તબક્કાનો સમગ્ર રાજ્યવ્યાપી આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના તાજપુર ખાતેથી ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે સેવાસેતુ કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
પ્રસંગોચિત ઉદ્દબોધન કરતા ધારાસભય શ્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, સમગ્ર રાજયમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં પારદર્શક વહીવટની શરૂઆત થઇ છે જેમાં પ્રજાના પ્રશ્નોનો ત્વરિત નિરાકરણ આવે તે માટે સેવા સેતુનો અનોખો અભિગમ શરૂ કરવામાં આવ્યો છે જેમાં અગાઉના ચાર તબક્કામાં સાબરકાંઠા જિલ્લામાં ૨૫૭ કેમ્પ યોજીને ૪,૬૦, ૭૩૬ અરજીઓનો હકારાત્મક નિકાલ કરી લાભાર્થીઓને ઘરે બેઠા યોજનાકીય લાભ આપી લાભાન્વિત કરવામાં આવ્યા છે. સેવાસેતુના માધ્યમથી ગામડાની ગરીબ પ્રજાને તાલુકા કે જિલ્લાના મુખ્ય મથક સુધી જવું ન પડે તે માટે ૫૭ પ્રકારની વિવિધ યોજનાકીય સહાયના લાભ ધરે બેઠા પુરા પાડવામાં આવે છે. આ સેવાનો લાભ લેવા ગ્રામજનોને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણે ગ્રામીણ જનતાની સુવિધા વધારવાના રાજય સરકારનું પગલું આવકાર દાયક ગણાવી કલસ્ટર વાઇઝ એરીયાથી શરૂ કરી છેક છેવાડાના લોકો સુધી આ સેવાનો લાભ મળશે તેમ તેમણે ઉમેર્યુ હતું.
સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાકીય સહાયના લાભાર્થીઓને સહાયના ચેક મહાનુભવોના હસ્તે અપર્ણ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં જિલ્લા સમાહર્તા પ્રવિણા ડી.કે, અધિક કલેકટર વી.એલ.પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી દેસાઇ, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, મામલતદાર ઉર્વિશ વાળં સહિત આસપાસ ગામના સરપંચો તેમજ મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

અમ્યુકોમાં આંતરિક વિવાદ વધ્યો : રૂપાણી સુધી ફરિયાદ

aapnugujarat

રાહુલ પાંચમીથી ઝંઝાવતી પ્રચાર કરશે

aapnugujarat

ઈણાજ ખાતે જિલ્લા આયોજનની બેઠક યોજાઈ

editor

Leave a Comment

UA-96247877-1