Aapnu Gujarat
ગુજરાત

બોડેલી એસટી ડેપોમાં મુસાફરોએ હોબાળો મચાવ્યો

છોટાઉદેપુર થી વડોદરા જઇ રહેલી એસ.ટી. બસના ડ્રાઇવર તથા કંડક્ટર દારૂના નશામાં ચકચુર હોવાનો આક્ષેપ કરીને મુસાફરોએ બોડેલી ડેપો ખાતે હંગામો મચાવી મૂક્યો હતો. વડોદરા જતી બસ બોડેલી તરફ જવાના બદલે રાજપીપળા રોડ પર વાળી દેતા મુસાફરોને આ અંગેની શંકા ઉઠી હતી. તેઓએ બસમાં હોબાળો મચાવીને બોડેલી ડેપો પર બસ લેવડાવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર છોટાઉદેપુર થી વડોદરા તરફ જવા માટે બસ નીકળી હતી. બસ વાયા બોડેલી થઇને વડોદરા આવવાની હતી. તેના બદલે ડ્રાઇવરે રાજપીપળા તરફ વળાવી દેતાં બસના મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. તે સમયે બસના ડ્રાઇવર અને કંડક્ટરે દારૂનો નશો કર્યો હોવાની કટેલાક લોકોને શંકા ઉઠી હતી. માંડ માંડ કરીને બસ બોડેલી ડેપો પર લેવડાવી હતી. આખરે બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોએ નીચે ઉતરીને હંગામો મચાવીને બંન્નેની સામે પગલા ભરવાની તંત્રના જવાબદાર અધિકારીઓ સમક્ષ માંગણી કરી હતી. આખરે અધિકારીઓએ બંન્નેના સ્થાને અન્ય ડ્રાઇવર – કંડક્ટરને રિપ્લેસ કરીને બસ આગળ વધારતા મુસાફરોને હાશકારો થયો હતો.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી, છોટાઉદેપુર)

Related posts

રાહુલે અંબાજી અને દાંતામાં બાળકોને ચોકલેટ આપી

aapnugujarat

હાર્દિક, અલ્પેશ , જિગ્નેશથી કોંગ્રેસને ફાયદો નહીં જ થાય

aapnugujarat

ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં ઊંચાઈનો અવરોધ જોવા મળ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1