Aapnu Gujarat
ગુજરાત

રાહુલે અંબાજી અને દાંતામાં બાળકોને ચોકલેટ આપી

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર ગુજરાતના ત્રીજા તબક્કાના તેમના ચૂંટણી પ્રવાસે છે ત્યારે અંબાજી-દાંતા ખાતે તેમનો બાળકો પ્રત્યેનો નિખાલસ પ્રેમ ફરી એકવાર સામે આવ્યો હતો.
રાહુલ ગાંધીએ આ પંથકોના ગરીબ અને આદિવાસી બાળકો સાથે ફોટા પડાવી, તેઓને ચોકલેટ વહેંચી તેમની સાથે હાથ મિલાવી, માથે હાથ ફેરવી વ્હાલ કર્યું હતું. કેટલાક બાળકોને રાહુલ ગાંધીએ ઓટોગ્રાફ પણ આપ્યા હકતા. ગરીબ અને આદિવાસી બાળકોએ રાહુલ ગાંધી સાથે ફોટા પડાવવા પડાપડી કરી હતી. દક્ષિણ ગુજરાતના પ્રવાસ દરમ્યાન રાહુલ ગાંધીના બાળકો પ્રત્યેનો પ્રેમ સામે આવ્યો હતો, તે જ પ્રકારે હવે ઉત્તર ગુજરાતના ચૂંટણી પ્રવાસ દરમ્યાન રાહુલ ગાંધી અંબાજી-દાંતા વિસ્તારોમાંની પસાર થઇ રહ્યા હતા ત્યારે તેઓ ત્યાંના સ્થાનિક ગરીબ અને આદિવાસી બાળકોને જોઇ અટકી ગયા હતા. રાહુલ ગાંધીએ આ ગરીબ-આદિવાસી બાળકોને મળી, તેમની સાથે હાથ મિલાવી, તેઓને માથે હાથ ફેરવી વ્હાલ કર્યું હતું. રાહુલ ગાંધીએ આ પછાત બાળકોને ચોકલેટ પણ વહેંચી હતી અને તેમની સાથે ઔપચારિક વાર્તાલાપ પણ કર્યો હતો. તો, ગરીબ અને આદિવાસી બાળકો સાથે ફોટાઓ પડાવી રાહુલ ગાંધીએ તેઓનો ઉત્સાહ અને ખુશી વધાર્યા હતા. રાહુલ સાથે ફોટાઓ ખેંચાવી આ ગરીબ બાળકો ખુશખુશાલ થઇ ગયા હતા. તો, કેટલાક બાળકોને રાહુલ ગાંધીનો ઓટોગ્રાફ લેવા પણ પડાપડી કરી હતી, રાહુલે આ બાળકોને પણ ઓટોગ્રાફ આપી તેમને ખુશ કર્યા હતા. આમ, અક્ષરધામ, અંબાજી સહિતના મંદિરોમાં દર્શનની સાથે સાથે રાહુલ ગાંધીનો બાળકો પ્રત્યેનો પ્રેમ પણ ફરી એકવાર સામે આવ્યો હતો, જે ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો હતો.

Related posts

માર્ગ સુવિધા, પુલ નિર્માણમાં ગુજરાત અગ્રેસર છેઃ સરકાર

aapnugujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક રેલ્વે સ્ટેશન બનાવવા તૈયારી

aapnugujarat

सड़क दुर्घटना में प्रधानमंत्री मोदी की पत्नी जसोदाबेन हुए घायल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1