Aapnu Gujarat
ગુજરાત

બોડેલી તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા સ્વચ્છ ભારત પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે કર્મચારીઓ દ્વારા રેલી યોજાઇ

બોડેલી તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર ડો. ભારતી ગુપ્તાની આગેવાનીમાં બોડેલી તાલુકા આરોગ્ય ખાતાના કર્મચારી એમ.ઓ., એસ.આઇ., એચ.વી., એમ.પી.એચ. ડબલ્યુ, એફ.એચ.ડબલ્યુ, આશાબહેનની હાજર રહ્યાં હતાં. રેલી બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્રથી લઈને બોડેલી નગરમાં ભવ્ય રેલી યોજવામાં આવી હતી જેમાં જનલોક પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરી કાપડ થેલી ઉપયોગ કરે જેથી વાતાવરણ શુદ્ધ રહેશે તથા કેન્સર જેવા ઘાતક રોગથી પણ બચી શકાય તે માટે કર્મચારીઓ દ્વારા પ્લાસ્ટિક કચરા એકત્રીકરણ તથા શ્રમદાન પણ કરેલ બાદ રેલીમાં બેનરો તથા વિવિધ સૂત્રો ઉચ્ચારી જન જન સુધી સ્વચ્છ ભારત અભિયાનનો રેલી સ્વરૂપે બહોળો પ્રચાર પ્રસાર કરેલ અંતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર પરત આવી પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે દરેક અધિકારી તથા કર્મચારીઓએ પ્રતિજ્ઞા લઈ સ્વચ્છ ભારત અભિયાન ની ઉજવણી કરી હતી.
(તસવીર / અહેવાલ :- ઈમરા મનસુરી, બોડેલી, છોટાઉદેપુર)

Related posts

પીએમ મોદીએ WHOના ચીફને આપ્યુ નવુ નામ, તુલસી ભાઇ કહીને સંબોધન કર્યુ

aapnugujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક રેલ્વે સ્ટેશન બનાવવા તૈયારી

aapnugujarat

ઉંઝામાં વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરાઈ

editor

Leave a Comment

UA-96247877-1