Aapnu Gujarat
બિઝનેસ

એફપીઆઈ દ્વારા સાત સેશનમાં બે અબજ ડોલર ઠલવાયા

વિદેશી રોકાણકારોએ છેલ્લા સાત કારોબારી સેશનમાં જ દેશના મુડી બજારમાં આશરે બે અબજ ડોલરની જંગી રકમ ઠાલવી દીધી છે. સામાન્ય મોનસુનની આાગાહી અને શ્રેણીબદ્ધ ચીજવસ્તુઓ માટે જીએસટીના રેટને આખરી ઓપ આપી દેવામાં આવ્યા બાદ વિદેશી રોકાણકારો ભારે આશાવાદી દેખાઇ રહ્યા છે. આ જ કારણસર જંગી નાણાં ઠાલવી દેવામાં આવ્યા છે. ટુકા ગાળામાં જ જંગી રકમ ઠાલવી દેવામાં આવ્યા બાદ ભારતીય શેરબજારમાં પણ નવી આશા દેખાઇ રહી છે. રસપ્રદ બાબત એ છે કે ડેબ્ટ માર્કેટમાં વિદેશી રોકાણકારો દ્વારા વધારે રકમ ઠાલવી દેવામાં આવી છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે આ પ્રવાહની સ્થિતી હાલમાં અકબંધ રહી શકે છે. કારણ કે સાનુકુળ પરિબળ ઘણા છે. નવેસરના ડેટા દર્શાવે છે કે પહેલીથી નવમી જુન વચ્ચેના ગાળામાં ઇક્વિટીમાંથી એફપીઆઇ દ્વારા ૨૮૯ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા છે. જ્યારે સમીક્ષા હેઠળના ગાળામાં જ ડેબ્ટ માર્કેટમાં ૧૧૭૩૪ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા છે. જેથી નેટ પ્રવાહનો આંકડો વધીને ૧.૭૭ અબજ ડોલર અથવા તો ૧૧૪૪૫ કરોડનો રહ્યો છે. હાલમાં જ યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની શાનદાર જીત સહિત કેટલાક પરિબળના કારણે તેજી રહી છે. છેલ્લા ચાર મહિના (ફેબ્રુઆરી-મે)માં ૧.૩૩ લાખ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા બાદ આ રકમ ઠાલવી દેવામાં આવી છે. માર્કેટ નિષ્ણાતો માની રહ્યા છે કે, જીએસટી રેટના દર નક્કી કરવામાં આવ્યા બાદ નવી આશા જાગી છે. જીએસટી કાઉન્સિલની બેેઠકમાં હાલમાં જ દરો નક્કી કરવામાં આવ્યા હતા. પહેલી જુલાઈથી ઐતિહાસિક જીએસટી વ્યવસ્થા અમલી બનાનાર છે. મૂડીરોકાણકારો માની રહ્યા છે કે, જીએસટી અમલી બની ગયા બાદ ભારતમાં ચિત્ર વધુ સ્પષ્ટ થશે.બીજી બાજુ ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં ભાજપની જીત સહિત કેટલાક હકારાત્મક પરીબળો વચ્ચે છેલ્લા ત્રણ મહિનામાં એટલે કે ફેબ્રુઆરી-એપ્રિલના ગાળા દરમિયાન નેટ ઈનફ્લોનો આંકડો ૯૪૯૦૦ કરોડ રૂપિયા રહ્યો છે. આ પહેલા આવા રોકાણકારોએ જાન્યુઆરી મહિનામાં ૩૪૯૬ કરોડ રૂપિયા ડેબ્ટ માર્કટમાંથી પાછા ખેંચી લીધા હતા. ઉત્તરપ્રદેશ ચૂંટણી સહિત પાંચ રાજ્યોમાં થોડાક સમય પહેલા યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને શાનદાર સફળતા મળ્યા બાદ વિદેશી મૂડીરોકાણકારો હાલમાં અતિઉત્સાહિત દેખાઈ રહ્યા હતા અને મૂડી બજારમાં જંગી નાણા ઠાલવી રહ્યા હતા.ઓક્ટોબર અને જાન્યુઆરી મહિનામાં એફપીઆઈ દ્વારા અભૂતપૂર્વ રકમ પાછી ખેંચી લેવામાં આવ્યા બાદ ફરી એકવાર ઉલ્લેખનીય પ્રવાહ જોવા મળી રહ્યો હતો. મૂડીરોકાણકારો માની રહ્યા હતા કે, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં એનડીએની અભૂતપૂર્વ જીત થયા બાદ સરકાર વધુ કઠોર અને સાહસી સુધારાવાદી નીતિ સાથે આગળ વધશે. ગયા મહિનામાં ૫૬૯૪૪ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. ફેબ્રુઆરીમાં ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં ૧૫૮૬૨ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. આ પહેલા એફપીઆઈ દ્વારા ઓક્ટોબર ૨૦૧૬ અને જાન્યુઆરી ૨૦૧૭ વચ્ચેના ગાળામાં ૮૦૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. મે મહિનાના શરૂઆતના થોડાક દિવસોમાં એફપીઆઇ દ્વારા ભારતીય ઇક્વિટીમાં વેચાણ કરવામાં આવ્યુ હતુ.

Related posts

સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતમાં સોનાની માંગ વધી

aapnugujarat

सेंसेक्स 182 अंक उछला

aapnugujarat

જેટના કર્મચારીઓને આ વર્ષે નોકરી મળવાના સંકેતો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1